Get The App

અફઘાનિસ્તાનમાં નવાં સમીકરણો : ભારત જીવન રક્ષક દવાઓ ભેટ આપે છે : પાક. એર-સ્ટ્રાઈક દ્વારા મોત આપે છે

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
અફઘાનિસ્તાનમાં નવાં સમીકરણો : ભારત જીવન રક્ષક દવાઓ ભેટ આપે છે : પાક. એર-સ્ટ્રાઈક દ્વારા મોત આપે છે 1 - image

- ભારતની ઝાયડસ-લાઈફ સાયન્સીઝને અફઘાનિસ્તાનની રોફીઝ વચ્ચે કરારો

- ભારતની ઝાયડસ-લાઈફ સાયંસીઝ અને અફઘાનિસ્તાનનાં રોફીઝ ઇન્ટરનેશનલ ગ્રુપ ઓફ કંપનીઝ વચ્ચે 100 મિલિયન ડોલર્સના MOU થયાં

નવીદિલ્હી : અફઘાનિસ્તાનમાં નવા સમીકરણો રચાઈ રહ્યાં છે. ભારત-અફઘાનિસ્તાન સંબંધો મજબૂત બની રહ્યાં છે. જ્યારે પાકિસ્તાન-અફઘાનિસ્તાનના સંબંધો તળીયે પહોંચી ગયા છે. ભારતે અફઘાનિસ્તાનમાં ૭૩ ટન જેટલાં જીવન રક્ષક ઔષધો ભેટ તરીકે હવાઈ માર્ગે મોકલ્યાં છે. જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલી અથડામણમાં પાકિસ્તાનના હવાઈ હુમલાથી ૧ મહિલા અને તેનાં ૯ બાળકો સહિત કુલ ૧૦નાં મોત થયાં છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત અફઘાનિસ્તાનમાં આરોગ્ય સહાયક ઔષધો મોટા પાયે મોકલી રહ્યું છે. જે પૈકી કેટલીયે દવાઓ જીવન-રક્ષક છે.

આ વખતે મોકલેલો દવાઓનો જથ્થો ત્રીજો છે. આ પૂર્વે એપ્રિલ અને સપ્ટેમ્બરમાં પણ ભારતે દવાઓ મોકલી હતી. તેમાં પણ જીવન-રક્ષક દવાઓ મોટા પ્રમાણમાં હતી. આ માટેના કરારો દુબઈમાં થયા હતા. પાકિસ્તાનની એરસ્પેસ બહુ સલામત ન લાગવાથી આ કન્સાઈનમેન્ટસ મુંબઈ કે અમદાવાદથી દુબઈ અને દુબઈથી કાબુલ પહોંચે છે.

સૌથી વધુ ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનના વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી અલહાજ નૂરદ્દીન અઝીઝી ગત સપ્તાહે નવી દિલ્હી આવ્યા હતા, ત્યારે તેઓએ ભારતીય કંપનીઓ અને ભારતીય કર્મચારીઓ તથા અધિકારીઓને સંપૂર્ણ સલામતી આપવા વચન આપ્યું હતું.

આ અફઘાન મંત્રીની હાજરીમાં ભારતની ઝાયડસ લાઈફ-સાયન્સીઝ અને અફઘાનિસ્તાનની રોફીઝ ઇન્ટરનેશનલ ગ્રુપ ઓફ કંપનીઝ વચ્ચે ૧૦૦ મિલિયન ડોલરના કરારો થયા હતા.

એક તરફ પાકિસ્તાન અફઘાનિસ્તાનને મોત આપે છે. બીજી તરફ ભારત પાડોશી પહેલો નીતિ નીચે જીવન-રક્ષક દવાઓ આપે છે.