World

ભારત ખાતેના નવા રાજદૂત સર્જિયો ગોરે પદ સંભાળતા પૂર્વ ચીન પર હુમલા કર્યા

By GS TEAM
12 Sep 20251 min read
ભારત ખાતેના નવા રાજદૂત સર્જિયો ગોરે પદ સંભાળતા પૂર્વ ચીન પર હુમલા કર્યા

- ચીન હંમેશા વિસ્તારવાદી જ રહ્યું છે

- આગામી સપ્તાહે ભારતીય પ્રતિનિધિ મંડળને અમેરિકા આવવા આમંત્રણ અપાયું છે : બંને દેશો સમજૂતી સાધવાની નજીક છે

વોશિંગ્ટન : ભારત ખાતેના નવા રાજદૂત પદે શમંકિત થયેલા સર્જિયો ગોરે જણાવ્યું હતું કે, અમે ભારતીય પ્રતિનિધિ મંડળને અમેરિકા આવવા આમંત્રણ આપ્યું છે. બંને પક્ષો સમજૂતી નજીક પહોંચ્યા છે.

વાસ્તવમાં પ્રમુખ ટ્રમ્પે જ વાણિજય અને વ્યાપાર મંત્રીઓ સાથે વાતચીત કરી કોઈ સમજૂતી (ટેરિફ) અંગે સમજૂતી સાધવા જણાવ્યું હતું. તેઓ નવ નિયુક્ત રાજદૂત ગોર સાથે પણ વાતચીત કરશે.

ગોરે ચીનના વિસ્તારવાદની સખત ટીકા કરી હતી. અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં બનેલા કવોડને પણ મજબૂત કરવા માટે પણ પ્રમુખ ટ્રમ્પ કટિબદ્ધ છે. તેમ કહેતાં ગોરે જણાવ્યું હતું કે કવૉડ ની આગામી બેઠક હવે વોશિંગ્ટનમાં મળવાની છે. જેમાં ચારે દેશો એશિયા પેસિફિક અને ઇન્ડો. પેસિફિક વિસ્તારમાં સંરક્ષણ મજબૂત કરવા ચર્ચા- વિચારણા કરશે.

આ દેશો પાંચ વર્ષ પૂર્વે તો પારરસ્પરિક સંઘર્ષમાં હતા, પરંતુ સાચું કહું તો તેઓ ચીનના વિસ્તારવાદથી ચિંતિત છે. આ વિસ્તારવાદમાં માત્ર ભારતની સીમા પૂરતો મર્યાદિત નથી તે સમગ્ર ક્ષેત્રમાં પ્રસર્યો છે. આથી અમે ચિંતિત છીએ. અન્ય દેશોની પણ ચિંતામાં સહભાગી છીએ. અમે તેને સર્વોચ્ચ પાથમિકતા આપીએ છીએ તેમ પણ સર્જિયો ગોરે કહ્યું હતું.