વિશ્વના શકિતશાળી ૫૦ યહુદીઓમાં નેતન્યાહુ ટોપ પર, હૉવર્ડ લુટનિક, સ્ટીવ વિટકોફ ભારત વિરોધી
નેતન્યાહુએ ભારત સાથેના દ્વીપક્ષિય સંબંધો વધુ મજબૂત બનાવ્યા
અમેરિકાના વાણીજય સચિવ હૉવર્ડ લુટનિક ભારત વિરોધી ઝેક ઓકેલુ
તેલ અવીવ,૨૨ સપ્ટેમ્બર,૨૦૨૫,સોમવાર
દુનિયામાં યહૂદીઓની વસ્તી દોઢ કરોડ આસપાસની છે તેમ છતાં તેમનો પ્રભાવ દુનિયા આખીમાં ફેલાયેલો છે. ઇઝરાયેલી સમાચારપત્ર જેરુશલ પોસ્ટમાં દુનિયાના સૌથી શકિતશાળી અને પ્રભાવશાળી ૫૦ યહુદીઓની યાદી પ્રગટ કરી છે જેમાં વૈશ્વિક રાજકારણ, વેપાર અને સમાજ જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાવાળા યહુદીઓનો સમાવેશ થાય છે. આમાંથી કેટલાક શકિતશાળીઓએ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા ખૂબ કામ કર્યુ છે તો કેટલાક ભારત વિરોધી પણ રહયા છે. અમેરિકી કારોબારી અને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનમાં મહત્વની ભૂમિકા ભજવનારા હૉવર્ડ લુટનિક જે અમેરિકાના વાણીજય સચિવ છે જે પ્રભાવશાળીઓમાં ૬ ઠા ક્રમે છે જયારે સ્ટીવ વિટકૉફ બીજા ક્રમે છે.
આ બંનેનો ટોપ ટેનમાં સમાવેશ થાય છે પરંતુ તેમનું વલણ ભારત વિરોધી રહયું છે. હૉવર્ડ લુટનિકે તો ભારત વિરોધી ખૂબ ઝેર ઓકયુ છે. જયારે સ્ટીવ વિટકોફ એ શખ્સ છે જેના પુત્રને માધ્યમ બનાવીને પાકિસ્તાને ડૉનાલ્ડ ટ્રમ્પને પોતાના પક્ષે લીધા છે. લૂટનિક પણ ભારત કરતા પાકિસ્તાન સાથે અમેરિકાના બહેતર સંબંધના પક્ષમાં રહયા છે જેમાં ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુને લિસ્ટમાં પ્રથમ સ્થાન મળ્યું છે. નેતન્યાહુએ હંમેશા ભારત સાથેના મજબૂત દ્વીપક્ષિય સંબંધોની તરફેણ કરી છે.
તેમના નેતૃત્વમાં ઇઝરાયેલ અને ભારત વચ્ચે રક્ષા,વેપાર અને સાંસ્કૃતિક સહયોગ વધ્યો છે. આ ઉપરાંત જન કૌમ,માઇકલ ડેલ અને બિલ એકમેન જેવા અબજોપતિ કારોબારીઓએ ભારત સાથે વ્યપારિક સંબંધોને મહત્વ આપ્યું છે. શાલ્વા વાઇલ એક પ્રખ્યાત યહુદી વિદ્વાન જેમણે ભારતમાં યહૂદી સમુદાયના ઇતિહાસ અને સંસ્કૃતિ પર શોધ પત્ર લખ્યા છે. ભારત અને ઇઝરાયેલ વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને મહત્વ આપવાના અનેક કાર્યક્રમોનું આયોજન થયું છે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સમજ વધારવાથી જ પરસ્પર સંબંધો મજબૂત બનશે.
વિશ્વના ૫૦ પ્રભાવશાળી યહૂદીઓમાંના ટોપ ટેન
(૧) બેન્જામિન નેતન્યાહુ - ઇઝરાયેલના વડાપ્રધાન
(૨) સ્ટીવ વિટકૉફ - યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પના મિડિલ ઇસ્ટ રાજદૂત
(૩) ડેવિડ બાર્નિયા ઇઝરાયેલની મોસાદ સંસ્થાના પ્રમુખ
(૪) ઇયાલ જમીર - ઇઝરાયેલી રક્ષા દળોના પ્રમુખ
(૫) સ્ટીફન અને એડહમ - વાઇટ હાઉસમાં ટ્રમ્પના સલાહકાર
(૬) હૉવર્ડ લુટનિક - ટ્રમ્પ પ્રશાસનમાં વાણીજય સચિવ
(૭) રૉન ડર્મર ઇઝરાયેલ સરકારના વરિષ્ઠ સભ્ય
(૮) ઇતામાર બેન ઇઝરાયેલના ગૃ્રહમંત્રી
(૯) સર્ગેઇ બ્રિન ગુગલના સહ સ્થાપક
(૧૦) અસફ રેપાપોર્ટ - વિજ કંપનીના સ્થાપક