- જો અમે ફ્રાંસના તાબામાં રહેલા કોર્સિકા, ન્યૂ કેલેડોનિયા કે ફ્રેન્ચ ગુયાનાનાં સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની વાત કરીશું તો મેક્રો તે સ્વીકારશે ખરા ?
તેલ અવીવ : ફ્રાંસ-૫ નામક ચેનલને આપેલી મુલાકાતમાં ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંએ કહ્યું હતું કે, 'આગામી મહિનાઓમાં પેલેસ્ટાઇનને સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે સ્વીકારવા માટે અમે ગતિવિધિ શરૂ કરીશું.' પ્રાપ્ય માહિતી પ્રમાણે ફ્રાંસ સંયુક્ત રાષ્ટ્રોની મહાસમિતિની જૂનમાં મળનારી પરિષદ સમયે ફ્રાંસ તે અંગે પ્રસ્તાવ રજૂ કરવાનું છે. આ સામે પોતાના ઉગ્ર પ્રતિભાવો આપતાં ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે આજના મૂળભૂત રીતે ઈઝરાયલનો જ વિનાશ કરનારી છે. તેઓ ૭, ઓક્ટોબર ૨૦૨૩માંની (હમાસે કરેલી) ભયંકર ખાનાખરાબી ભૂલી ગયા લાગે છે કે જેમાં 'હમાસ' આતંકીઓએ આશરે ૧૨૦૦ જેટલાના જાન લીધા હતા અને ૨૫૦ જેટલા યહૂદીઓનાં અપહરણ કર્યા હતા.
આ ઉપરાંત નેતન્યાહૂએ પ્રમુખ મેક્રો ઉપર ઉગ્ર પ્રહારો કરવા સાથે કહ્યું કે, અમે જો ફ્રાંસના તાબામાં રહેલાં કોર્સિકા, ન્યૂકેલેડોનિયા અને ફ્રેન્ચ ગુયાનાના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વ માટે અનુરોધ કરીશું તો ફ્રેન્ચ પ્રમુખ મેક્રો તે સ્વીકારી શકશે ખરા?
વિશ્લેષણકારો કહે છે કે, વાસ્તવમાં ગાઝાપટ્ટી તો પશ્ચિમની સત્તાઓ વિશેષત: અમેરિકા માટે તો તે સિનાઈ દ્વિપકલ્પમાં ઉતરવા માટેનું ફૂટ-બોર્ડ છે તેના બે ભાગ કરી દક્ષિણનો ભાગ પેલેસ્ટાઇનીઓના સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે આપતાં તેઓ પશ્ચિમની સત્તાઓને આગળ વધતી રોકી શકે જે પરિસ્થિતિ અમેરિકા ચલાવી શકે જ નહીં, માટે તો ટ્રમ્પે ઈઝરાયલને અઢળક શસ્ત્રો અને નાણાં આપવાની વાત કરી છે, તે પ્રમાણે નાણાં અને શસ્ત્રો અપાઈ પણ રહ્યાં છે. ટૂંકમાં મેક્રોંના સૂચન સાથે અમેરિકા સહમત થાય તે સંભવિત નથી.


