World

ડીપફેકના દાવા બાદ નેતન્યાહૂનો નવો વીડિયો, મોતની અફવા પર ગ્રોક ચેટબોટનો છબરડો થયો છતો

By GS TEAM
16 Mar 20263 mins read
TukuTouch Logo
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે વધુ એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. ગઇકાલે રવિવારે એક કોફી શોપમાંથી પોસ્ટ કરવામાં આવેલી વીડિયો ક્લિપે ઓનલાઈન વિવાદ ઉભો કર્યો હતો, જેને AI ચેટબોટ Grok દ્વારા ડીપફેક ગણાવવામાં આવ્યો હતો. નવા વીડિયોમાં નેતન્યાહૂ હરિયાળી અને પહાડોની વચ્ચે લોકો સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. નેતન્યાહૂએ હિબ્રુમાં પોસ્ટ પર કેપ્શન લખ્યું છે - ગાઈડલાઇનનું પાલન કરતા, આપણે સૌ સાથે મળીને જીતીશું. આ વીડિયો તેમના X એકાઉન્ટ પર એક દિવસ પહેલા અપલોડ કરવામાં આવેલી એક ક્લિપ બાદ સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયાઓ મળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ડીપફેકના દાવા બાદ નેતન્યાહૂનો નવો વીડિયો, મોતની અફવા પર ગ્રોક ચેટબોટનો છબરડો થયો છતો

Benjamin Netanyahu Death Rumours: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે વધુ એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. ગઇકાલે રવિવારે એક કોફી શોપમાંથી પોસ્ટ કરવામાં આવેલી વીડિયો ક્લિપે ઓનલાઈન વિવાદ ઉભો કર્યો હતો, જેને AI ચેટબોટ Grok દ્વારા ડીપફેક ગણાવવામાં આવ્યો હતો. નવા વીડિયોમાં નેતન્યાહૂ હરિયાળી અને પહાડોની વચ્ચે લોકો સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. નેતન્યાહૂએ હિબ્રુમાં પોસ્ટ પર કેપ્શન લખ્યું છે - ગાઈડલાઇનનું પાલન કરતા, આપણે સૌ સાથે મળીને જીતીશું. આ વીડિયો તેમના X એકાઉન્ટ પર એક દિવસ પહેલા અપલોડ કરવામાં આવેલી એક ક્લિપ બાદ સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયાઓ મળી હતી.


નેતન્યાહૂના વીડિયો પર થયેલો વિવાદ

હકીકતમાં નેતન્યાહૂનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં નેતન્યાહૂ એક કેફેમાં બેસીને કોફી પીતા જોવા મળ્યા હતા અને રમુજી અંદાજમાં પોતાના મોત સાથે જોડાયેલી અફવાઓનો જવાબ આપતા નજર આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટરનેટ પર એવો દાવો ફેલાઈ રહ્યો હતો કે ઈરાન સાથે જોડાયેલા હુમલામાં નેતન્યાહૂનું મોત થયું છે. આ અફવાઓને નકારવા માટે તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ લોકો કહી રહ્યા છે કે તેઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે તેઓ આરામથી કોફી પી રહ્યા છે. જો કે વીડિયો સામે આવ્યા બાદ એક નવો વિવાદ ઉભો થયો. એલન મસ્કની કંપની Xના AI ચેટબોટ Grokએ દાવો કર્યો કે આ વીડિયો AI દ્વારા બનાવવામાં આવેલ ડીપફેક હોઈ શકે છે.

Grokએ વીડિયોને ગણાવ્યો ડીપફેક

Grokના જણાવ્યા  મુજબ વીડિયોમાં કેટલાક એવા સંકેતો દેખાય છે જે તેના અસલી હોવા પર સવાલ ઉભા કરે છે, જેમ કે અસામાન્ય લિપ-સિંક અને કપમાં કોફીનું લેવલ સ્થિર રહેવું. AI ચેટબોટના આ દાવા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા વધુ તેજ બની હતી. ઘણા યુઝર્સે વીડિયોને નકલી ગણાવતા કહ્યું કે તેમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેટલાક લોકોએ તો એવો પણ દાવો કર્યો કે વીડિયોમાં નેતન્યાહૂની જગ્યાએ કોઈ 'ડિજિટલ ડબલ'નો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે. આ દરમિયાન આ અફવાઓને શાંત કરવા માટે નેતન્યાહૂએ બીજો વીડિયો જાહેર કર્યો, જેમાં તેઓ લોકો સાથે વાતચીત કરતા જોવા મળે છે. આ ઉપરાંત જે કેફેમાં વીડિયો શૂટ થયો હોવાની વાત કહેવામાં આવી હતી, ત્યાંથી પણ તસવીરો સામે આવી છે જેમાં નેતન્યાહૂ જોવા મળ્યા હતા.

કેવી રીતે ફેલાઈ અફવા?

નેતન્યાહૂના મોતના સમાચાર ત્યારે ફેલાવવાનું શરૂ થયું જ્યારે અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામનેઈનું મોત થયું હોવાના અહેવાલ આવ્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવ્યા કે, ઈરાને વળતો હુમલો કરીને નેતન્યાહૂને નિશાન બનાવ્યા છે. કેટલીક પોસ્ટમાં તો નેતન્યાહૂ ઘાયલ થયા હોવાના એડિટ કરેલા ફોટા પણ વાયરલ કરવામાં આવ્યા હતા.

AI 6 આંગળીઓ અને ડીપફેકનો વિવાદ

આ વિવાદમાં ટેકનોલોજીનો પણ દુરુપયોગ જોવા મળ્યો છે. નેતન્યાહૂના એક વીડિયોને સ્ક્રૂટિની (તપાસ) કરતા કેટલાક યુઝર્સે દાવો કર્યો કે વીડિયોમાં નેતન્યાહૂની 6 આંગળીઓ દેખાય છે, જે સાબિત કરે છે કે આ વીડિયો AI દ્વારા બનાવાયેલો છે. જોકે, એનાડોલુ એજન્સીએ આ દાવાને ફગાવતા કહ્યું કે તે માત્ર એક ગેરમાર્ગે દોરનારો સ્ક્રીનશોટ હતો, વીડિયો અસલી છે.

આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત પણ મોકલશે યુદ્ધ જહાજ? ભારતીય વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા

Grok Chatbotનો છબરડો

ઈલોન મસ્કની કંપનીના AI ચેટબોટ 'Grok' એ એક યુઝરના પ્રશ્નના જવાબમાં કહી દીધું કે નેતન્યાહૂનો કાફે વાળો વીડિયો "100% ડીપફેક" છે. આ જવાબ વાયરલ થતા મૂંઝવણ વધી હતી, પરંતુ બાદમાં તે ખોટો સાબિત થયો હતો.