World

ખામેનીના ખાત્માના ખ્વાબ છોડી દે નેતન્યાહૂ ચીનની સાથે હવે રશિયા પણ તેમ કહી રહ્યું છે

By GS TEAM
21 Jun 20252 mins read
ખામેનીના ખાત્માના ખ્વાબ છોડી દે નેતન્યાહૂ ચીનની સાથે હવે રશિયા પણ તેમ કહી રહ્યું છે

- ઇરાન-ઇઝરાયલ યુદ્ધે વિશ્વને બે ભાગમાં વહેંચી દીધું છે, ઇઝરાયલ અમેરિકાની સામે, હવે ચીન-રશિયા મેદાને પડયાં છે

મોસ્કો : ઇઝરાયલ ઇરાન યુદ્ધથી વિશ્વ બે ભાગમાં વહેચાતું જોવા મળે છે. એક તરફ ઇઝરાયલ અને અમેરિકા છે, તો સામે અમેરિકાનું જૂનું દુશ્મન રશિયા છે. ચીન તેના જીગરી મિત્ર રશિયાની સાથે છે. બંને દેશોએ અમેરિકાને આ યુદ્ધમાં સીધી રીતે પડવા સામે ચેતવણી આપી છે. ખૂબ જ થોડા પરંતુ કઠોર શબ્દોમાં તેમણે કહી દીધું છે કે જો અમેરિકા આ યુદ્ધમાં સીધી રીતે પડશે તો તેનાં ગંભીર પરિણામો આવશે. બંને પ્રબળ દેશોના પ્રમુખોએ (પુતિન અને શી જિનપિંગ) ગુરૂવારે આશરે એક કલાક સુધી ફોન ઉપર વાતચીત કરી હતી. પછી એક સમાન નિવેદન પ્રસિધ્ધ કરી ઇઝરાયલને સીઝ ફાયર માટે સલાહ આપી હતી.

આ સલાહ એવા સમયે અપાઈ છે કે જ્યારે ઇઝરાયલી વડાપ્રધાન, ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેની હત્યા કરી ત્યાં સત્તા પરિવર્તન કરાવવાની વાત કરી રહ્યા છે. જ્યારે રશિયાએ આવું કશું જ ન થવા દેવા જાણે કે શપથ લીધા છે તે હત્યા માટેના પ્રયાસોને અસ્વીકાર્ય જ ગણ્યા છે.

કેમ્લીનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોલે સ્કાઇ ન્યૂઝને આપેલી મુલાકાતમાં આ પ્રમાણે કહ્યું હતું.

પેસ્કોલે વધુમાં કહ્યું ઃ ખામેનીની હવાની વાત જ અકલ્પનીય છે. તેવી વાત કરવી તે પણ સૌ માટે અસ્વીકાર્ય બની રહે તેમ છે. પરિસ્થિતિ અત્યંત તંગ છે તે માત્ર તે ક્ષેત્ર માટે જ નહીં સમગ્ર વિશ્વ માટે ખતરનાક છે તેમ પણ બહારની કોઈ પણ ભાગીદારી તંગદિલી વધુ વધારશે. આ રીતે તેઓએ અમેરિકા તરફ ઇશારો કર્યો હતો, જે ઇઝરાયલને સીધી સેવાકીય સહાય આપવા માગે છે.

ખામેનીની હત્યા થાય તો, રશિયા શી કાર્યવાહી કરશે ? તેવા પ્રશ્નનો જવાબ પેસ્કૉવે ટાળ્યો હતો. તેને બદલે તેમ કહ્યું કે તેથી ઇરાનની સ્થિતિ વધુ ગંભીર બની રહેવા સંભવ છે ત્યાં કટ્ટરવાદી માનસ જોર પકડશે જેઓ, ખામેનીની હત્યાની વાત કરે છે. તેઓએ તે યાદ રાખવું જોઇએ કે તે પેન્ડોરાઝ બોક્સ ઊઘાડી દેશે.

પુતિને આ પૂર્વે ઇરાન ઇઝરાયલ યુદ્ધમાં મધ્યસ્થી થવાના પુતિનના પ્રસ્તાવને હસી કાઢતાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે પહેલાં પોતાના દેશ વિષે મધ્યસ્થતા વિચારવી જોઇએ. ટ્રમ્પનો ઇશારો સીધો રશિયા યુક્રેન યુદ્ધ વિષે હતો.