World

અમેરિકા-ઈરાન વાતચીત કરે એ પહેલાં જ ઇઝરાયલે મૂકી શરત! હવે શું કરશે ડોનાલ્ડ ટ્રમ્પ?

By GS TEAM
16 Feb 20262 mins read
TukuTouch Logo
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેના કોઈપણ સંભવિત પરમાણુ કરારમાં ઈરાનના પરમાણુ માળખાને(Infrastructure) સંપૂર્ણપણે નષ્ટ કરવું અનિવાર્ય હોવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, માત્ર યુરેનિયમ સંવર્ધન પ્રક્રિયાને અટકાવવી પૂરતી નથી, પરંતુ સંવર્ધનની મંજૂરી આપતા તમામ સાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જડમૂળથી ખતમ કરવા જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા-ઈરાન વાતચીત કરે એ પહેલાં જ ઇઝરાયલે મૂકી શરત! હવે શું કરશે ડોનાલ્ડ ટ્રમ્પ?
(IMAGE - IANS)

Netanyahu US-Iran Nuclear Negotiations: ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેના કોઈપણ સંભવિત પરમાણુ કરારમાં ઈરાનના પરમાણુ માળખાને(Infrastructure) સંપૂર્ણપણે નષ્ટ કરવું અનિવાર્ય હોવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, માત્ર યુરેનિયમ સંવર્ધન પ્રક્રિયાને અટકાવવી પૂરતી નથી, પરંતુ સંવર્ધનની મંજૂરી આપતા તમામ સાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જડમૂળથી ખતમ કરવા જરૂરી છે.

પરમાણુ માળખાનો નાશ થવો જોઈએ

નેતન્યાહુએ અમેરિકન યહૂદી સંગઠનોના સંમેલનમાં જણાવ્યું કે, ઈરાન સાથેના કોઈપણ કરારમાં માત્ર સંવર્ધન રોકવું પૂરતું નથી, પરંતુ તેના તમામ પરમાણુ સાધનો અને માળખાનો નાશ કરવો અનિવાર્ય છે. તેમને આ પ્રસ્તાવિત કરાર પર શંકા છે અને તેઓ ઈરાનમાંથી તમામ સંવર્ધિત સામગ્રી બહાર ખસેડવાના પક્ષમાં છે.

બીજી તરફ, આ અઠવાડિયે અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની મંત્રણા યોજાવાની છે. ઈરાન આર્થિક લાભ મેળવવા માટે આ વિવાદ ઉકેલવા આતુર છે. જોકે, તણાવ હજુ યથાવત છે; રોયટર્સ મુજબ, ટ્રમ્પ પ્રશાસને સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારમાં બીજું એરક્રાફ્ટ કેરિયર તૈનાત કર્યું છે, જેથી જો વાતચીત નિષ્ફળ જાય તો સૈન્ય કાર્યવાહી માટે તૈયાર રહી શકાય.

અમેરિકા સાથે સમજૂતી કરવા ઈચ્છે છે ઈરાન

ઈરાનની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રાલયના આર્થિક રાજદ્વારી નાયબ નિયામક હામિદ ઘનબરીએ જણાવ્યું હતું કે, કોઈપણ કરાર લાંબો સમય ટકી રહે તે માટે જરૂરી છે કે અમેરિકાને પણ એવા ક્ષેત્રોમાં ફાયદો મળે જ્યાંથી ઝડપી આર્થિક લાભ મેળવી શકાય. ઘનબરીએ કહ્યું કે તેલ અને ગેસ ક્ષેત્રોમાં સહિયારા હિતો, માઈનિંગ ઈન્વેસ્ટમેન્ટ અને વિમાનની ખરીદી જેવા મુદ્દાઓ પણ અમેરિકા સાથેની વાતચીતમાં સામેલ છે.

આ પણ વાંચો: યુક્રેનના હુમલાથી રશિયાનાં કાળા સમુદ્રનાં પોર્ટ પર આગ લાગી

જોકે ઈરાનના આ નરમ વલણથી બંને દેશો વચ્ચેના તણાવમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ બીજી તરફ ઈરાનના દેશનિકાલ કરાયેલા યુવરાજ રઝા પહલવીએ તેહરાનમાં સત્તા પરિવર્તનની માંગ સાથે વિશ્વના મુખ્ય શહેરોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનોનું આહવાન કર્યું છે. આ આહવાન ખાસ કરીને આર્થિક સંકટને લઈને હાલમાં જ ઈરાનમાં શાસન વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનો પર લેવામાં આવેલી કડક કાર્યવાહીના જવાબમાં કરવામાં આવ્યું છે.