ભારત સામે પડનારા નેપાળના ઓલીનું પક્ષે જ PM પદેથી રાજીનામુ માગ્યું
- નેપાળના કોમ્યુનિસ્ટ પક્ષમાં આંતરિક વિખવાદ
- ભારત વડાપ્રધાનપદેથી હટાવવા માગતો હોવાનો આક્ષેપ ભારત નહીં અમે જ રાજીનામુ માગી રહ્યાનો ઓલીનો પ્રચંડનો દાવો
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 30 જૂન, 2020, મંગળવાર
ચીનના ઈશારે ભારતના વિસ્તારોને નેપાળના નવા નકશામાં દર્શાવી તેને સંસદમાંથી પસાર કરાવવાનો મુદ્દો હોય કે ભારતીય મહિલાઓને નાગરિકતાનો મુદ્દો કે પછી નેપાળમાં હિન્દી પર પ્રતિબંધ મુકવાનો મુદ્દો હોય, છેલ્લા કેટલાક સમયથી નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી સતત ભારત વિરોધી વલણ અપનાવી રહ્યા છે.
જોકે, હવે કે.પી. શર્મા ઓલીની જ ખુરશી જોખમમાં મુકાઈ ગઈ છે. નેપાળના શસાક કોમ્યુનિસ્ટ પક્ષમાં આંતરિક વિખવાદ ખૂબ જ વકર્યો છે અને હવે તેમનો પક્ષ જ તેમના વિરૂદ્ધ થઈ ગયો છે. પક્ષની મંગળવારે યોજાયેલી સૃથાયી સમિતિની બેઠકમાં તેમના જ પક્ષના વરિષ્ઠ નેતાઓએ તેમનું રાજીનામુ માગી લીધું છે.
મીડિયા રીપોર્ટ્સ મુજબ નેતાઓનું કહેવું છે કે ઓલી સરકાર તેમના કામમાં નિષ્ફળ રહી છે. તેથી તેમનું રાજીનામુ માગવામાં આવી રહ્યું છે. કમ્યુનિસ્ટ પક્ષના સહ-અધ્યક્ષ પુષ્પ કમલ દહલ અને વરિષ્ઠ નેતાઓ માધવ નેપાળ, ઝલા નાથ ખનલ અને બામદેવ ગૌતમે પક્ષની બેઠકમાં પીએમ ઓલીના રાજીનામાની માગ કરી છે. તેમનું કહેવું છે કે સરકારની નિષ્ફળતાઓને જોતાં તેમનું રાજીનામુ માગવામાં આવી રહ્યું છે.
બીજીબાજુ કે.પી. શર્મા ઓલીએ ભારત તરફ ઈશારો કરતાં આક્ષેપ કર્યો હતો કે કાઠમંડૂની એક હોટેલમાં તેમને હટાવવા માટે બેઠક યોજાઈ રહી છે અને તેમાં એક દૂતાવાસ સક્રિય છે.
તેમણે દાવો કર્યો હતો કે ભારતીય જમીનને નેપાળી નક્શામાં દર્શાવનારા બંધારણીય સુધારા પછીથી તેમના વિરૂદ્ધ કાવતરૂં ઘડાઈ રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમને પદથી હટાવવા ખુલ્લી દોડ ચાલી રહી છે અને નેપાળની રાષ્ટ્રીયતા નબળી નથી.
દરમિયાન કોમ્યુનિસ્ટ પક્ષના વરિષ્ઠ નેતા પ્રચંડે ઓલીના આક્ષેપોને ફગાવતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન ઓલી પોતાની ખુરશી બચાવવા માટે કોઈપણ હદે જઈ શકે છે. ઓલી વડાપ્રધાનની ખુરશી માટે નેપાળી સૈન્યનો પણ ટેકો લઈ શકે છે.
અમે સાંભળ્યું છે કે ઓલી સત્તા જાળવી રાખવા માટે પાકિસ્તાન, અફઘાનિસ્તાન આૃથવા બાંગ્લાદેશી મોડેલ અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ પ્રકારના પ્રયાસોને અમે નેપાળમાં સફળ થવા દઈશું નહીં. અને ઓલીનું રાજીનામુ ભારત નહીં અમે પક્ષના વરિષ્ઠ નેતાઓ માગી રહ્યા છીએ. ઓલીનું રાજીનામુ માગનારાઓમાં પુષ્પ કમલ દહલ પ્રચંડ, માધવ નેપાલ, ઝાલા નાથ ખનાલ અને બામદેવ ગૌતમનો સમાવેશ થાય છે.
આ નેતાઓએ ભારત સાથે તાજા વિવાદ, કોરોના વાઈરસ સામેનાં પગલાં સહિત વિવિધ મુદ્દાઓ પર તેમની નિષ્ફળતાને ટાંકીને રાજીનામુ માગ્યું છે. નેપાળના અગ્રણી અખબારના અહેવાલ મુજબ શનિવારની બેઠકમાં 48 સભ્યોની સૃથાયી સમિતિના મોટાભાગના સભ્યોએ ભારત અંગે ઓલીના તાજેતરના વિવાદાસ્પદ નિવેદનો પર સવાલ ઉઠાવ્યા હતા.