ભારતમાં ભણતા નેપાળી વિદ્યાર્થીઓએ ઘરે જવાનું મુલતવી રાખ્યું : નેપાળમાં રહેલા કુટુમ્બ માટે ચિંતા

- વિદ્યાર્થીઓએ કહ્યું : ત્યાં વિદ્યાર્થીઓનાં મૃત્યુ અને વ્યાપક વિનાશનાં ચિત્રો હૃદયદ્રાવક છે, કુટુમ્બીજનો કેટલાં સલામત છે તેની ચિંતા કોરી ખાય છે
નવી દિલ્હી : વિદ્યાર્થી આંદોલનથી શરૂ થયેલાં અસામાન્ય રમખાણોને લીધે નેપાળ લગભગ ભડકે બળી રહ્યું છે. ત્યારે ભારતમાં અભ્યાસ કરતા નેપાળી વિદ્યાર્થીઓ નેપાળમાં વસતાં તેઓનાં કુટુમ્બીજનો માટે અત્યંત ચિંતાતુર છે. તેઓને નેપાળ જવું છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને લીધે તેવો ત્યાં જઈ શક્તા નથી તેનો તેમને બળાપો છે.
તે સર્વવિદિત છે કે મૂળભૂત રીતે ચીનના સાથી બની ગયેલા હવે પદભ્રષ્ટ થયેલા વડાપ્રધાન કે.પી.શર્મા ઓલી હેલિકોપ્ટર દ્વારા સ્વદેશ છોડી નાસી છૂટયા છે. બીજી તરફ આર્મીએ રાજ્યનો કંટ્રોલ લઇ લીધો છે. કઠમંડુના મેયર બીઈ (સીવીલ) સાથે સંગીતકાર અને ગાયક બાલેન્દ્ર શાહને વચગાળાની સરકારમાં વડાપ્રધાનપદ આપવાનું જન ઝેડ નામક આંદોલન ચલાવતા આંદોલનકારીઓે નક્કી કર્યું છે. આર્મી જનતાને શાંત રહેવા વિનંતિ કરી રહ્યું છે. પરંતુ હજી ચરૂ ઊકળી રહ્યો છે.
તે સંયોગોમાં દિલ્હી યુનિવર્સિટીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ (એસઆરસીસી)માં સ્નાતકો કક્ષાના વિદ્યાર્થી વિદ્યાર્થીએ કહ્યું હતું કે મારૃં ગામ કાઠમંડુ નજીક જ છે મને મારા કુટુંબીજનોની ચિંતા કોરી ખાય છે પરંતુ હું ત્યાં જઈ શકું તેમ નથી. પરિસ્થિતિ થાળે પડે ત્યાં સુધી મારે રાહ જોવી પડે. હું ત્યાં યોજાતા દશેરાના ઉત્સવે પણ જઈ શકીશ કે કેમ ? તે નિશ્ચિત નથી.
નેપાળનાં બીરગંજના વતની મનોજ ચૌધરી, મનોજ ચૌધરી ધનબાદ આઈઆઈટીનો વિદ્યાર્થી છે. તેણે કહ્યું મારા ગામમાં પરિસ્થિતિ થોડી સારી છે છતાં હું ત્યાં જવાની હિંમત કરતો નથી.
એક વિદ્યાર્થીનીએ કહ્યું કે મારાં માતા-પિતા તો દિલ્હીમાં છે પરંતુ દાદા-દાદી અને મારાં નાના ભાઈ ભાંડુ નેપાળમાં છે. તેથી હું ઘણી ચિંતિત છું. રોજેરોજ તોફાનના સમાચારો મળે છે. જો કે મોબાઈલ દ્વારા વાતચીત કરી થોડી શાંત્વના મેળવું છું.
આમ લગભગ ભડકે બળતાં નેપાળમાં યુવાનો અને યુવતીઓ જેઓ ભારતમાં અભ્યાસ કરે છે તેઓના જીવ સહજ રીતે ઊંચા રહે જ તે દેખીતું છે.









