PM ઓલીનો વિચિત્ર દાવો, ભારતમાં છે તે નકલી અયોધ્યા, અસલી તો નેપાળમાં
કાઠમંડુ, 13 જુલાઇ 2020 સોમવાર
ભારત વિરોધી નેપાળનાં વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાની સત્તાને જતી જોઇને ભારત પર નિશાન સાધ્યું છે, સોમવારે તેમણે દાવો કર્યો કે ભારતે સાંસ્કૃતિક આક્રમણ કરીને નકલી અયોધ્યાનું નિર્માણ કર્યું છે, જ્યારે સાચી અયોધ્યા તો નેપાળમાં છે, અત્રે ઉલ્લેખનિય છે કે ઓલી પહેલા પણ કહીં ચુક્યા છે, ભારત તેમને સત્તા પરથી હટાવવાનું ષડયંત્ર કરી રહ્યું છે.
કવિ ભાનુભક્ત આચાર્યની જયંતી પર વડાપ્રધાનનાં સત્તાવાર નિવાસસ્થાન બ્લૂવોટર પર આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે નેપાળ પર સાસ્કૃતિકરૂપે અત્યાચાર કર્યા છે, ઐતિહાસિક તથ્યોને પણ તોડીમરોડવામાં આવ્યો છે, હવે અમે માનીએ છિએ કે આપણે ભારતીય રાજકુમાર રામને સીતા આપી હતી.
તેમણે દાવો કર્યો કે આપણે ભારતમાં સ્થિત અયોધ્યાનાં રાજકુમારને સીતા નહોતી આપી, પરંતું નેપાળનાં અયોધ્યાનાં રાજકુમારને આપી હતી, અયોધ્યા એક ગામ છે જે બીરજંગથી પશ્ચિમમાં આવેલું છે, ભારતમાં આવેલું અયોધ્યા વાસ્તવિક નથી.
ઓલીએ દાવો કર્યો કે જો ભારતની અયોધ્યા સાચી છે તો ત્યાથી રાજકુમાર લગ્ન માટે જનકપુર કેવી રીતે આવી શકે છે, તેમણે દાવો કર્યો કે વિજ્ઞાન અને જ્ઞાનની ઉત્પત્તિ અને વિકાસ નેપાળમાં થયો.