World

નેપાળ સરકારનો મોટો નિર્ણય: અઠવાડિયામાં 2 દિવસની રજા, જાણો શા માટે લેવાયો નિર્ણય

By GS TEAM
5 Apr 20261 min read
TukuTouch Logo
નેપાળ સરકારે આજે(5 મે) બે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે, જે હેઠળ હવે સરકારી કાર્યાલયો માટે અઠવાડિયામાં શનિવાર અને રવિવાર બંને દિવસ રજા જાહેર કરાઈ છે. નવા નિર્ણયમાં સરકારી કચેરીઓના ખુલવાનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી નક્કી કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળ સરકારનો મોટો નિર્ણય: અઠવાડિયામાં 2 દિવસની રજા, જાણો શા માટે લેવાયો નિર્ણય
Image Source: Balen Shah/Instagram

Nepal Announces Two Day Off: નેપાળ સરકારે આજે(5 મે) બે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે, જે હેઠળ હવે સરકારી કાર્યાલયો માટે અઠવાડિયામાં શનિવાર અને રવિવાર બંને દિવસ રજા જાહેર કરાઈ છે. નવા નિર્ણયમાં સરકારી કચેરીઓના ખુલવાનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી નક્કી કરાયો છે.

સરકારના પ્રવક્તા સસ્મિત પોખરેલે જણાવ્યું કે, સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં હવે શનિ-રવિ રજા રહેશે. પેટ્રોલિયમ જરૂરિયાતોમાં ઉત્પન્ન અસહજ સ્થિતિના કારણે આ નિર્ણય લેવાયો છે.

નેપાળમાં અત્યાર સુધી માત્ર શનિવારે અઠવાડિયાની રજા મળતી હતી પરંતુ આ અઠવાડિયાથી શનિવારની સાથે રવિવારે પણ રજા આપવામાં આવશે. સરકારે સરકારી કાર્યાલયોનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી નક્કી કરવાનો પણ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો: અમેરિકનોને ટ્રમ્પ પર ભરોસો નથી, યુદ્ધ અને મોંઘવારીને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ

મંત્રિપરિષદની બેઠકે શૈક્ષણિક સંસ્થાઓ સિવાય અન્ય સરકારી કચેરીઓનો સમય 9 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો રાખવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી નેપાળમાં સરકારી કચેરીઓમાં સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કામ થતું હતું જેમાં સવારે એક કલાકનો સમય વધારાયો છે.

આ નવી વ્યવસ્થા સોમવારથી સમગ્ર દેશમાં લાગુ થઈ જશે. સરકારી કચેરીઓમાં હવે કર્મચારીઓને સવારે એક કલાક પહેલા એટલે કે 9 વાગ્યે રિપોર્ટ કરવો પડશે, જેથી કાર્યક્ષમતાને અસર ન થાય.