Get The App

'સુશીલા કાર્કીને ફુલ સપોર્ટ', બાલેન શાહે પૂર્વ ચીફ જસ્ટિસને સમર્થન આપવાની કરી જાહેરાત

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
'સુશીલા કાર્કીને ફુલ સપોર્ટ', બાલેન શાહે પૂર્વ ચીફ જસ્ટિસને સમર્થન આપવાની કરી જાહેરાત 1 - image


Gen-Z Protest: નેપાલમાં થયેલા Gen-Z આંદોલન બાદ હવે સત્તા કોણ સંભાળશે? તેના પર હાલ સસ્પેન્સ છે, પરંતુ કાઠમંડુના મેયર બાલેન શાહે સુશીલા કાર્કીને પોતાનું સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે પોતાના ઓફિશીયલ ફેસબુક પેજ પર જાહેરાત કરી છે. તેની સાથે જ નેપાળની ખુદ કમાન ન સંભાળવાનું કારણ પણ જણાવ્યું છે.

બાલેન શાહે કહ્યું કે, 'પ્રિય Gen-Z અને તમામ નેપાળીઓથી મારી અપીલ છે કે આંદોલનને લઈને દેશની સ્થિતિ ઐતિહાસિક મોડ પર છે. હાલના સમયમાં દેશ અંતરિમ સરકારના હાથમાં જઈ રહી છે, જેનું મુખ્ય કામ નવી ચૂંટણી કરાવવી અને દેશને નવો જનાદેશ આપવાનું છે. હવે તમે સુવર્ણ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે.'

તેમણે કહ્યું કે, 'આંદોલનથી જોડાયેલા લોકોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, અંતરિમ સરકારનું નેતૃત્વ પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીને પૂર્ણ સમર્થનની સાથે સોંપવામાં આવે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ હાલના સમયમાં ધીરજ રાખે અને ઉતાવળ ન કરે. હું તમારી સમજણ, વિવેક અને એકતાનું હૃદયથી સન્માન કરવા ઈચ્છું છું.'

બાલેન શાહે કહ્યું કે, 'કેટલાક મિત્ર હજુ ઉતાવળમાં છે. તમારો જુસ્સો, તમારો વિચાર, તમારી અખંડતાની દેશને સ્થાયી તરીકે જરૂરિયાત છે, અસ્થાયી રીતે નથી. ચૂંટણી તો થશે જ. તેમના માટે કૃપા કરીને ઉતાવળ ન કરો.'

'સુશીલા કાર્કીને ફુલ સપોર્ટ', બાલેન શાહે પૂર્વ ચીફ જસ્ટિસને સમર્થન આપવાની કરી જાહેરાત 2 - image

તેની સાથે જ તેમણે રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે Gen-Z દ્વારા લવાયેલી ઐતિહાસિક ક્રાંતિને સંરક્ષિત કરવા માટે અંતરિમ સરકારની સ્થાપના અને સંસદ ભંગ કરવામાં મોડું ન કરે, જેથી તમામ પ્રક્રિયાઓ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકાય.

કાઠમંડુના મેયર બાલેન શાહે ફેસબુક પર કહ્યું કે, 'તેઓ ખુદ હજુ નેતૃત્વમાં નથી આવવા ઇચ્છતા, કારણ કે આ અંતરિમ વ્યવસ્થા છે. તેઓ ચૂંટણી જીતીને સરકારનું નેતૃત્વ કરશે. સાથે જ બાલેને રાષ્ટ્રપતિથી સંસદ ભંગ કરવાની માગ કરી છે.'

Tags :