નેપાળમાં સરકાર ઉથલાવ્યા બાદ હવે PMની ખુરશી માટે યુવાનોમાં ઘમસાણ; આ બે નામ રેસમાં આગળ
Gen-Z Protesters Clash in Kathmand : નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા બેન વિરુદ્ધ યુવાનોએ બે જ દિવસમાં સરકાર ઉથલાવી નાંખી. જે બાદ હવે વચગાળાની સરકાર મામલે ઘમસાણ ચાલી રહ્યો છે. કે પી શર્મા ઓલીના રાજીનામાં બાદ હવે કોણ વડાપ્રધાન બનશે તે મુદ્દે નેપાળમાં વિખવાદ ચાલી રહ્યો છે.
અનેક નામો PM બનવાની રેસમાં
કાઠમંડુમાં હિંસક દેખાવો બાદ હવે વડાપ્રધાન મામલે Gen-Z યુવાનોમાં અંદરોઅંદર ડખા શરુ થયા છે. આર્મી હેડક્વાર્ટર બહાર યુવાનો વચ્ચે મારામારી અને ઝપાઝપી પણ થઈ. સૌથી પહેલા કાઠમંડુના મેયર બાલેન શાહનું નામ વડાપ્રધાન બનવાની રેસમાં આગળ હતું. જે બાદ પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી ચર્ચામાં આવ્યા, હવે કુલમાન ઘિસિંગ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. આ સિવાય પત્રકારમાંથી રાજનેતા બનેલા રબિ લામીછાને પણ યુવાનોમાં લોકપ્રિય છે, તેમને હિંસક દેખાવો દરમિયાન જેલમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે.
યુવાનોમાં અંદરોઅંદર વિખવાદ
યુવાનોમાં અંદરોઅંદર વિખવાદના કારણે આજે વચગાળાના વડાપ્રધાનને લઈને કોઈ નિર્ણય લઈ શકાયો નથી. Gen-Zના પ્રતિનિધિ, નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ તથા સેના પ્રમુખ વચ્ચે બેઠક યોજાઈ હતી.
રાષ્ટ્રપતિ અને સેનાના પ્રમુખ કરી રહ્યા છે તાબડતોબ બેઠકો
નેપાળના રાષ્ટ્રપતિ પૌડેલે યુવાનોને અપીલ કરતાં કહ્યું છે, આંદોલનકારીઓની માંગ પૂર્ણ કરવા તથા સમસ્યાનું સમાધાન લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશમાં શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા સહયોગ કરો તેવી અપીલ.
નેપાળની સેનાના પ્રવક્તાએ કહ્યું છે, કે વર્તમાન ગતિરોધ સમાપ્ત કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અલગ અલગ પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ. એવા વ્યક્તિને વચગાળાના PM બનાવાશે જે નિશ્ચિત સમયમાં ફરી ચૂંટણી કરાવે.