Get The App

બાંગ્લાદેશમાં હિન્દુઓની થતી હત્યાના વિરોધમાં નેપાળ ઉકળ્યું : લોકોએ યુનુસ મુર્દાબાદનાં નારા લગાવ્યા

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશમાં હિન્દુઓની થતી હત્યાના વિરોધમાં નેપાળ ઉકળ્યું : લોકોએ યુનુસ મુર્દાબાદનાં નારા લગાવ્યા 1 - image

જમીયત-એ-ઉલેમાએ નેપાળે પણ વિરોધ પ્રદર્શન કર્યું

હિન્દુ બહુમતીવાળા આ દેશમાં બીરગંજ, જનકપુરધામ, ગોળબજાર સહિત અનેક સ્થળોએ પ્રદર્શનકારીએ ઇસ્ટ વેસ્ટ હાઈવે પણ બ્લોક કર્યો

કાઠમંડુ: બાંગ્લાદેશમાં લધુમતીમાં રહેલા હિન્દુઓની હત્યાઓના વિરોધમાં નેપાળનાં મહત્વના નગરો, બીરગંજ, જનકપુરધામ અને ગોળ બજાર સહિત કેટલાંયે શહેરોમાં શુક્રવાર-શનિવારે મોટા પાયે પ્રદર્શનો થઈ રહ્યાં હતાં. આ પ્રદર્શનો પાછળનું મુખ્ય કારણ હૃદયદ્રાવક બની રહે તેવી હિન્દુઓની હત્યાઓ હતું. આ હત્યારાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માનવ અધિકારોની સ્થિતિ ઉપર પ્રશ્નો ઉભા કર્યા છે.

૧૮મી ડિસેમ્બરે ૨૪ વર્ષીય દીપુચંદ્રદાસની કહેવાતી ઇશ-નિંદાના તદ્દન ખોટા આરોપસર મારી મારીને અધમુવો કરી હજી મરી ગયો ન હતો ત્યાં જ ઝાડ પર ફાંસી આપી જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. ઉપરાંત બુધવારે અમૃતમંડળ, દિધા સ્મ્રાટની પણ આવી જ રીતે ક્રૂર હત્યા કરાઈ હતી.

વાસ્તવમાં મોહમ્મદ યુનુસના કાર્યકાળમાં ઇસ્લામી કટ્ટરપંથીઓ બેફામ બની રહ્યા છે. અને હિન્દુઓ સહિત તમામ લઘુમતીઓ ઉપર જુલ્મ ગુજારાય છે. આથી હિન્દુ બહુમતીવાળા આ દેશમાં ઠેર ઠેર બાંગ્લાદેશની યુનુસનાં નેતૃત્વવાળી સરકાર વિરૂદ્ધ નારાબાજી અને પ્રદર્શન થઈ રહ્યા છે. દેખાવકારોએ કેટલોક સમય ઇસ્ટ-વેસ્ટ હાઈવે પણ થંભાવી દીધો હતો.

માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ જમીયત-એ-ઉલેમા-એ-નેપાળ નામક મુસ્લીમ સંગઠને માત્ર બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા જુલ્મોનો વિરોધ કર્યો છે.