Get The App

નેપાળ-ચીનને જોડતો બ્રિજ પણ ધરાશાયી, ભારે વરસાદ બાદ પૂરથી તબાહી, 18થી વધુ ગુમ

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
Nepal China Miteri Bridge Collapses


Nepal China Miteri Bridge Collapses: નેપાળમાં વરસાદના કારણે આવેલા પૂરના લીધે મંગળવારે ચીન સાથે જોડતો મૈત્રી બ્રિજ તૂટી પડતાં ઓછામાં ઓછા 20 લોકો ગુમ થયા છે. ચીનમાં સતત ચોમાસાના કારણે સોમવારે રાત્રે નેપાળમાં ભોટેકોશી નદીમાં પૂર આવ્યું હતું. કાઠમંડુથી 120 કિમી ઉત્તરપૂર્વમાં આવેલા રાસુવા જિલ્લામાં મૈત્રી બ્રિજ સોમવારે સવારે 3:15 વાગ્યે પૂરના પાણીના જોરદાર પ્રવાહને કારણે તૂટી પડ્યો હતો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે છ ચીની નાગરિકો સહિત 18 લોકો ગુમ છે.

ભોટેકોશી નદીમાં પરનો પુલ પણ પૂરમાં ધોવાઈ ગયો

મૈત્રી બ્રિજ નેપાળ અને ચીનને જોડતો મુખ્ય પુલ હતો. ભોટેકોશી નદી પર બનેલો આ બ્રિજ નેપાળના રાસુવા જિલ્લાને ચીન સાથે જોડતો હતો. જોકે, ભારે વરસાદને કારણે ભોટેકોશી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ગઈકાલે રાત્રે લગભગ 3:15 વાગ્યે, પુલ પણ પૂરમાં ધોવાઈ ગયો.

આ પણ વાંચો: ખેડૂત નેતાઓ પર ED ત્રાટકી, ભારતીય ખેડૂત યુનિયનના સુખ ગિલ સહિત અનેકના નિવાસે દરોડા

18 લોકો ગુમ થયા

નેપાળની રાજધાની કાઠમંડુથી માત્ર 120 કિલોમીટર દૂર આવેલા આ પુલની સાથે, 18 લોકો પણ જોરદાર પ્રવાહનો ભોગ બન્યા હતા. જેમાં 12 નેપાળી અને 6 ચીની નાગરિકોનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર 18 લોકો હજુ પણ ગુમ છે અને તેમની શોધ ચાલુ છે. તેમજ પૂરના કારણે  નેપાળમાં ભારે નુકસાન થયું છે. સરકારે નજીકમાં રહેતા લોકોને સલામત સ્થળે જતા રહેવાની સૂચના આપી છે. 

નેપાળ-ચીનને જોડતો બ્રિજ પણ ધરાશાયી, ભારે વરસાદ બાદ પૂરથી તબાહી, 18થી વધુ ગુમ 2 - image

Tags :