Get The App

રશિયાના ડ્રોન હુમલા સામે NATO 'લાચાર', ઘાટ કરતાં ઘડામણ મોંઘી, યુદ્ધ મોંઘુ પડી રહ્યું છે

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
NATO not able to Fight with Russian Drones


NATO not able to Fight with Russian Drones: તાજેતરમાં પોલૅન્ડના આકાશમાં રશિયન ડ્રોન ઉડતાં ખળભળાટ મચી ગયો. 19 ડ્રોનમાંથી માત્ર 7ને ઇન્ટરસેપ્ટ કરી શકાયા, જે પોલૅન્ડની સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે. આ ઘટના બાદ, નાટો દેશોની બેઠકમાં ડ્રોન હુમલાઓ સામે લડવાની તેમની નબળી તૈયારી અંગે ચર્ચા થઈ. નાટોના મહાસચિવ માર્ક રૂટ અને EU રાજદૂતોની બેઠકમાં પ્રતિનિધિઓએ જણાવ્યું કે ડ્રોન હુમલાઓ સામે લડવા માટે નાટો સભ્ય દેશો પૂરતા તૈયાર નથી. તેમણે એ પણ ચિંતા વ્યક્ત કરી કે સસ્તા ડ્રોન હુમલાઓનો સામનો કરવા માટે ખૂબ મોંઘા સાધનોનો ઉપયોગ કરવો પડે છે.

રશિયાના સસ્તા ડ્રોન, નાટોના મોંઘા હથિયારો

બેઠક દરમિયાન એક રસપ્રદ વાત સામે આવી કે રશિયા દ્વારા માત્ર 11,000 ડૉલરના ડ્રોનનો ઉપયોગ હુમલા માટે થાય છે, જેના જવાબમાં નાટોના સભ્ય દેશો 4 લાખ ડૉલરની મોંઘી અને જટિલ એર-ટુ-એર મિસાઇલનો ઉપયોગ કરે છે. ઓસ્ટ્રિયાના અખબારે પણ આ અંગે લખ્યું છે કે, ડ્રોનનો સામનો કરવા માટે F-35 ફાઇટર જેટ, ઇટાલીના સર્વેલન્સ પ્લેન અને જર્મન પેટ્રિઅટ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવામાં આવી હતી, તેમ છતાં 19 રશિયન ડ્રોનમાંથી માત્ર 7ને જ રોકી શકાયા.

નાટો દ્વારા ડ્રોન હુમલાઓ સામે નિષ્ફળતાની સ્વીકૃતિ

નાટો દેશોએ ડ્રોન હુમલાઓનો સામનો કરવામાં પોતાની નિષ્ફળતા સ્વીકારી છે. પોલૅન્ડના અધિકારીઓએ પણ જણાવ્યું કે તેઓ રશિયા દ્વારા મોકલવામાં આવેલા માત્ર 3થી 4 ડ્રોનને જ તોડી શક્યા હતા. આ રશિયન ડ્રોનના કારણે નાટો દેશોમાં હલચલ મચી ગઈ છે. પોલૅન્ડના આકાશમાંથી ડ્રોનનું પસાર થવું તેમની સાર્વભૌમત્વને પડકાર ગણવામાં આવે છે, જેના કારણે પોલૅન્ડે આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની માંગ પણ કરી છે.

આ પણ વાંચો: નેપાળમાં વચગાળાના નવા પીએમ પણ મુશ્કેલીમાં, તેમના નિવાસ સામે દેખાવકારોના ધરણાં

નાટોના અધિકારીઓના મતે, દરેક ડ્રોન પર નજર રાખવા અથવા તેને તોડી પાડવા માટે વારંવાર F-35 જેવા મોંઘા ફાઇટર જેટ તૈનાત કરવા શક્ય નથી. તેથી, તેઓ હવે ડ્રોનનો સામનો કરવા માટે વધુ અસરકારક અને સસ્તા ઉપાયો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પોલૅન્ડના મીડિયાએ પણ સ્વીકાર્યું છે કે તેમનો દેશ હાલમાં ડ્રોન ટૅક્નોલૉજીના હુમલાઓનો સામનો કરવા સક્ષમ નથી અને તેમને પોતાની ટૅક્નોલૉજીને આધુનિક બનાવવાની જરૂર છે.

રશિયાના ડ્રોન હુમલા સામે NATO 'લાચાર', ઘાટ કરતાં ઘડામણ મોંઘી, યુદ્ધ મોંઘુ પડી રહ્યું છે 2 - image

Tags :