ફ્રાંસ,જર્મની અને બ્રિટન સહિતના નાટો દેશો યુધ્ધની તૈયારીમાં,ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા
જર્મનીએ ઓપરેશન ડોયચલેંડ નામથી ૧૦૦૦ પાનાનો દસ્તાવેજ તૈયાર કર્યો
બાલ્ટિક દેશો પણ પોતાની સંરક્ષણ હરોળ મજબૂત કરી રહયા છે.
પેરિસ,૩ સપ્ટેમ્બર,૨૦૨૫,બુધવાર
કેટલાક ગૂપ્ત દસ્તાવેજો પરથી માનવામાં આવે છે કે નાટો, બાલ્ટિક દેશો અને ખાસ કરીેને ફ્રાંસે યુદ્દની તડામાર તૈયારીઓ શરુ કરી છે. ફ્રાંસ પોતાના નાગરિકોને હોસ્પિટલમાં મોટા પાયે યુધ્ધ એકશનમાં જોતરી રહયું છે. ફ્રાંસના આરોગ્ય મંત્રાલયે કાયદેસર ગાઇડ લાઇન્સ પણ બહાર પાડી છે. જેમાં માર્ચ ૨૦૨૬થી દેશની હોસ્પિટલોમાં દરરોજ સેંકડો ઘાયલોને સારવાર આપવાની તૈયારી પર ભાર મુકયો છે.
દસ્તાવેજો પરથી માલૂમ પડે છે કે દસ્તાવેજો પરથી માલૂમ પડે છે કે ફ્રાંસ માત્ર પોતાના સૈનિકોને પરંતુ ફ્રાંસ નાટો દેશો સૈનિકોની સાર સંભાળ માટે પણ વ્યવસ્થા કરી રહયું છે. આ હોસ્પિટલોમાં આગોતરી તૈયારી કરવા આદેશ અપાયો છે. નાટોના આર્ટિકલ ૫ હેઠળ સંગઠન સાથે જોડાયેલા ૩૨ દેશોમાંથી કોઇ પણ દેશ પર હુમલો થાય તો તમામ દેશોએ યુદ્ધમાં ઝંપલાવવાનું હોય છે. આવી સ્થિતિમાં બ્રિટન, અમેરિકા અને યુરોપના અનેક દેશો સીધા યુધ્ધમાં આવી શકે છે. આ સંભવિત પરિસ્થિતિ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જાય છે.
જર્મનીના ટોચના જનરલ કાસ્ટર્ન બ્રેઉરે ચેતવણી આપી છે કે રશિયા ઝાપડ ૨૦૨૫ યુદ્ધાભ્યાસને આક્રમકતા દર્શાવવા માટે ઉપયોગ કરી રહયું છે. લીક થયેલા દસ્તાવેજો પ્રમણે સ્કેંડિનેવિયાઇ દેશોમાં નાગરિકોને યુધ્ધ સમયે કેવી રીતે બચવું તેનું માર્ગદર્શન આપવામાં આવી રહયું છે. પોલેન્ડ અને બાલ્ટિક દેશો પણ પોતાની સંરક્ષણ હરોળ મજબૂત કરી રહયા છે. નાટો દેશોની સૈન્યમાં નવા સૈનિકોની ભરતી કરવામાં આવી છે. બાલ્ટિક રાજયોએ ટેંક ખાઇ, માઇન ફિલ્ડ અને રોકેટ સિસ્ટમથી અગ્રીમ સંરક્ષણ હરોળ તૈયાર કરી છે.
યુરોપિયન દેશો મોટા યુધ્ધનો ખતરો અનુભવી રહયા છે
જર્મનીએ ઓપરેશન ડોયચલેંડ નામથી ૧૦૦૦ પાનાનો દસ્તાવેજ તૈયાર કર્યો છે જેમાં સુરક્ષિત સ્થળો, બંકરો, નાટો સૈનિકો અને વાહનોની સંખ્યાની ચકાસણી કરી છે. આ ઉપરાંત પરમાણુ યુધ્ધ માટે પણ તૈયાર રહેવાનો સમાવેશ થાય છે. ગૂપ્ત માહિતી અનુસાર બ્રિટન અને ફ્રાંસ વચ્ચે ત્રીજા વિશ્વયુધ્ધની સ્થિતિ નિર્માણ થાય તેવી સ્થિતિમાં હુમલા માટે એક બીજા સાથે સંકલનમાં રહેશે એવી સમજૂતી થઇ છે. નિષ્ણાતોનું માનવું છે કે જો બહાર આવેલી ખાનગી માહિતીને સાચી માનવામાં આવે તો ફ્રાંસ, બ્રિટન અને જર્મની સહિતના યુરોપિયન દેશો યુધ્ધનો ખતરો અનુભવી રહયા છે એટલું જ નહી તડામાર તૈયારીઓ પણ શરુ કરી છે જે ગંભીર બાબત છે.