ન્યૂક્લિયર સપ્લાયર્સ ગૃપમાં ભારતના પ્રવેશ માટે અમેરિકા પ્રયત્નશીલ: કેનેથ જસ્ટરે
- અમેરિકન રાજદૂત કેનેથ જસ્ટરે પદભાર સંભાળ્યા પહેલા મહત્વપુર્ણ મુદ્દા પર કરી વાતચીત
- ચીન આ મામલે ભારત પાકિસ્તાનને સરખુ આંકી રહ્યું છે
નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી 2018, શુક્રવાર
ભારતનો ન્યૂક્લિયર સપ્લાયર્સ ગૃપ(NSG)માં પ્રવેશ ચીનની અવળચંડાઇના કારણે ન થઇ શક્યો. પરંતુ ભારતમાં અમેરિકાના નવનિયુક્ત રાજદુત કેનેથ જસ્ટરે જણાવ્યું કે, અમેરિકા ભારતને NSG સમુહમાં સામેલ કરવા પ્રયત્નશીલ છે.
તેમણે પોતાનો પદભાર સંભાળ્યા બાદ આપેલા ભાષણમાં ઘણાં મહત્વપુર્ણ મુદ્દાઓ પર વાતચીત કરી હતી જેમાં ન્યૂક્લિયર સપ્લાયર્સ ગૃપમાં ભારતનું સભ્યપદનો મુદ્દો પણ સામેલ હતો.
નવનિયુક્ત અમેરિકન રાજદૂત કેનેથ જસ્ટરે જણાવ્યું હતું કે, અમેરિકા આ બાબતે પ્રયત્નશીલ છે પણ ભારતને સંવેદનશીલ અમેરિકન ટેક્નોલોજી દેવામાં બંન્ને દેશો સામે કેટલાક પડકારો છે. એક તરફ ભારત આ ટેક્નોલોજી સુધી પહોંચ વધારવા માગે છે. જ્યારે બીજી તરફ અમેરિકા નક્કી કરવા માગે છે કે આ ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર ભારત માટે કરવામાં આવશે. જેના નિયંત્રણ માટે એક ટેક્નોલોજી વિકસાવવી પડશે જે હાલ ભારત પાસે નથી.
ન્યૂક્લિયર સપ્લાયર્સ ગૃપમાં 48 દેશોનો સમાવેશ થાય છે. જેમાં ભારતના પ્રવેશ માટે મોટા ભાગના દેશો રાજી છે. પરંતુ ચીન ભારતના પ્રવેશ પર રાજી નથી. જ્યારે ભારત તરફથી આ સભ્યપદ મેળવવા માટે ખૂબ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાંસ જેવા દેશોનું સમર્થન ભારતે મેળવી લીધું છે. પરંતુ ભારતના આ પ્રયાસોમાં ચીન રોડા નાખી રહ્યું છે.
ભારતને સભ્યપદ આપવા માટે ચીન કેટલીક શરતો મુકી રહ્યું છે અને આ મામલે તે પાકિસ્તાન અને ભારતને સરખું આંકી રહ્યું છે. જ્યારે બીજી તરફ રશિયાએ મિત્રતાનો પુરાવો આપી ભારતને સભ્ય પદ આપવા માટે સમર્થન આપ્યુ હતું તેમજ રશિયાએ જણાવ્યું હતચું કે, આ મામલે પાકિસ્તાન અને ભારતની તુલના કરી શકાતી નથી.
લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો