નાસાને મંગળ ગ્રહ પર મોટી સફળતા, માર્સ રોવરે અબજો વર્ષો પહેલાના સુક્ષ્મ જીવના સંકેત શોધ્યા
NASA Mars Mission news : નાસાના માર્સ રોવર પર્સીવિયરન્સે નદીના સૂકાભઠ્ઠા પટ્ટામાં આવેલા ખડકોમાંથી પ્રાચીન સમયમાં સૂક્ષ્મ જીવા હોવાના સંકેતો મેળવ્યા છે. જો કે આ વાત હજી પણ ફિફ્ટી-ફિફ્ટી કહી શકાય, એમ વૈજ્ઞાાનિકોનું કહેવું છે. તેઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ તારણ પર આવતા પહેલાં પૃથ્વી પરની લેબ્સમાં પર્સીવિયરન્સે એકત્રિત કરેલા નમૂનાની તલસ્પર્શી ચકાસણી કરવી જરૂરી છે.
મંગળ પર 2021થી ફરી રહેલું આ રોવર કંઈ જાતે જ કોઈ જીવનનું અસ્તિત્વ હતું કે નહીં તે ચકાસી શકે તેમ નથી. તે ફક્ત ખડકોની અંદર ઉંડે સુધી ડ્રિલ કરી શકે છે અને તેમા ટયુબ નાખીને સેમ્પલ એકત્રિત કરી શકે છે. આ નમૂના પરથી સુનિશ્ચિત કરી શકાશે કે મંગળ પર અબજો વર્ષ પહેલાં જીવન હતું કે નહીં. હવે નાસાના આ રોવરે એકત્રિત કરેલા નમૂના પૃથ્વી પર આવે તેના પછી તેનું વિશ્લેષણ થઈ શકે. સેટી ઇન્સ્ટિટયુટના જેનિસ બિશપ અને માસાચ્યુસેટ્સ યુનિવર્સિટીના એમ્હર્સ્ટ મેરિયો પેરેન્ટે નામના વૈજ્ઞાાનિકોની જોડી જે આ સંશોધન સાથે જોડાયેલી નથી તેણે જણાવ્યું હતું કે આ પ્રકારનું કંઇપણ મળ્યું હોય તો તે રોમાંચક કહેવાય.
તેની સાથે તેમણે જણાવ્યું હતું કે જો કે આ કંઇ જૈવિક રીતે નહીં પણ નોન બાયોલોજિકલ પ્રક્રિયાઓથી પણ થયું હોઈ શકે. સ્ટોની બૂ્રક યુનિવર્સિટીના રિસર્ચર જોએલ હુરોવિટ્ઝે જણાવ્યું હતું કે આ જ કારણસર અમે હાલમાં તો આ અંગે કશું કહી શકીએ તેમ નથી. ફક્ત એટલું કહી શકીએ કે આ જીવનની હકારાત્મકતાનો પુરાવો છે.
અહીં અમે બધા સૂક્ષ્મજીવના સંભવિત જીવનની સમજૂતી આપી શકીએ છીએ, પરંતુ આપણે જોઈએ તે સુનિશ્ચિત કરવાના અન્ય માર્ગો પણ હોઈ શકે છે.
હુરોવિટ્ઝે જણાવ્યું હતું કે રોવરની તપાસમાં હજી સુધી એવું કશું જ મળ્યું નથી જેમા સુનિશ્ચિતપણે કહી શકાય કે અહીં વર્ષો પહેલાં જીવન હતું. આ રોવર દ્વારા એકત્રિત કરવામાં આવેલું ૨૫મું સેમ્પલ હતુ અને હવે તે ૩૦ સેમ્પલ સુધી એકત્રિત કરી ચૂક્યું છે. આ સિવાય તે બીજા છ સેમ્પલ એકત્રિત કરવાનું છે.