નાસા ચંદ્ર પર ન્યુક્લિયર પાવર રિએક્ટર ગોઠવશે ભવિષ્યમાં મંગળ પર પણ વીજળી ઉત્પન્ન કરશે
- નાસાએ બે અત્યંત મહત્વની જાહેરાત કરી
- નાસાએ ડિઝાઇનનું સફળ નિદર્શન કર્યું : હવે આ સ્પર્ધામાં રશિયા પણ સામેલ થઇને ચંદ્ર પર પાવર પ્લાન્ટ ગોઠવશે
બીજી જાહેરાત છે નાસા સૌર મંડળના લાલ ગ્રહ પર પણ વિદ્યુત ઉત્પાદન માટે ખાસ પ્રકારનું ન્યુક્લિયર ફિશન રિએક્ટર તૈયાર કરશે.
બીજીબાજુ સોવિયેત રશિયાએ પણ ચંદ્ર પર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવાની તડામાર તૈયારી શરૂ કરી હોવાના સમાચાર વહેતા થયા છે. રશિયાની અંતરિક્ષ સંશોધન સંસ્થા રોસકોસમોસના વડા યુરી બોરીસેવે આ યોજનાને સમર્થન આપતાં એવી માહિતી આપી છે કે હા, અમે ચીનના સહકાર સાથે ચંદ્ર પર કાયમી ધારણે વીજળી ઉત્પાદન મથક બનાવીશું.અમે આ દિશામાં અમારી ટેકનિકલ કામગીરી પણ શરૂ કરી દીધી છે.
નાસાના સ્પેસ ટેકનોલોજી મિશનના પ્રોગ્રામ ડાયરેક્ટર ટ્રુડી કોર્ટેસ અને તેની ટીમે એવી માહિતી આપી છે કે અમે ચંદ્રના દક્ષિણ ધુ્રવ પરના ભાવિ ફિશન ન્યુક્લિયર રિએક્ટરની ડિઝાઇનનું સફળ નિદર્શન કર્યું છે. ભવિષ્યમાં એટલે કે ૨૦૩૦ના અંત સુધીમાં ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર માનવ વસાહત તૈયાર થશે ત્યારે પૃથ્વીના માનવીને વીજળી પુરવઠાની જરૂર પડશે. આ યોેજના મુજબ અમે આ ન્યુક્લિયર રિએક્ટર માટેનું ખાસ પ્રકારનું લોન્ચપેડ પણ ૨૦૩૦ના અંત સુધીમાં તૈયાર કરીશું.
જોકે અમારું આ ન્યુક્લિયર રિએક્ટર અને તેના દ્વારા ઉત્પન્ન થનારી વીજળી સંપૂર્ણ સલામત, શુદ્ધ, ભરોસાપાત્ર છે તેની સમગ્ર વિશ્વને ખાતરી પણ થવી જરૂરી છે. ઉપરાંત, ચંદ્ર પર ૧૪ દિવસ અને ૧૪ રાત્રિનું કુદરતી ચક્ર છે. એટલે કે ચંદ્ર પર ૧૪ દિવસ સૂર્યપ્રકાશ હોય છે જ્યારે ૧૪ રાત્રિ ઘોર અંધકાર હોય છે.વળી, ચંદ્ર પર દિવસે ૧૨૦ ડિગ્રી સેલ્સિયસ જેટલી ધગધગતી ગરમી હોય છે,જ્યારે રાત્રિનું તાપમાન માઇનસ(--) ૨૦૦ ડિગ્રી જેટલું અતિ અસહ્ય હોય છે. ચંદ્રની આવી અસહ્ય ઠંડી રાત દરમિયાન પણ અમારું રિએક્ટર સતત કાર્યરત રહેવું જરૂરી છે. ચંદ્રના આવા અસહ્ય તાપમાનને કારણે ત્યાં વીજળી ઉત્પન્ન કરવા માટે સોલાર પાવર પર આધારિત ટેકનોલોજી કારગત ન નિવડે.આ જ મહત્વની બાબત ધ્યાનમાં રાખીે અમે ન્યુક્લિયર પાવર રિએક્ટરની ડિઝાઇન તૈયાર કરી છે, જે કોઇપણ જાતની ટેકનિકલ સમસ્યા વગર ઘણા લાંબા સમયગાળા સુધી (લગભગ ૧૦ વર્ષ) કાર્યરત રહી શકશે.
નાસાના ફિશન સરફેસ પાવર પ્રોજેક્ટ મેનેજર લીન્ડસે કેલ્ડને એવી ટેકનિકલ માહિતી આપી છે કે ચંદ્ર પરના ન્યુક્લિયર રિએક્ટરનું વજન છ મેટ્રીક ટન હશે. સાથોસાથ તે ૧૦૦ કિલોવોટ્સ જેટલી વીજળી ઉત્પન્ન કરી શકશે.આટલી વીજળી ચંદ્ર પરની ભાવી માનવ વસાહત સહિત રોવર્સ, બેકઅપ ગ્રીડ્ઝ, વૈજ્ઞાાનિક પ્રયોગો વગેરે માટે જરૂરી બનશે.
નાસાનાં સૂત્રોએ તો એક કદમ આગળ વધીને એવી માહિતી પણ આપી છે કે અમારા આ ન્યુક્લિયર રિએક્ટરની ડિઝાઇનના નિદર્શનના બીજા તબક્કાને સંપૂર્ણ સફળતા મળશે તો તેની ડિઝાઇનમાં અત્યાધુનિક ટેકનોલોજીના ફેરફાર સાથે મંગળ ગ્રહ પર પણ આવું જ ન્યુક્લિયર રિએક્ટર ગોઠવીશું.