Get The App

સુશીલા કાર્કીના શપથવિધિ પછી સૌથી પહેલા નરેન્દ્ર મોદીએ અભિનંદનો આપ્યા

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
સુશીલા કાર્કીના શપથવિધિ પછી સૌથી પહેલા નરેન્દ્ર મોદીએ અભિનંદનો આપ્યા 1 - image

- કે.પી. શર્મા ઓલી ગયો ચીનની 'નેપાળ-બાજી' ઊંધી પડી છે

- 'X' પર મોકલેલા અભિનંદન સંદેશામાં ભારતના વડાપ્રધાન મોદીએ શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે નેપાળને તમામ સહાયનું વચન આપ્યું

નવી દિલ્હી : નેપાળની વચગાળાની સરકારનાં વડાપ્રધાન તરીકે સુ.શ્રી. સુશીલા કાર્કીએ શુક્રવારે શપથ લીધા હતા. પ્રમુખ રામચંદ્ર પૌડેલે તેઓને શપથ લેવડાવ્યા હતા. આ પછી આજે શનિવારે વડાપ્રધાન પદે આવેલા નેપાળનાં પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ સુશીલા કાર્કીને 'X' પર પાઠવેલા અભિનંદનો સાથે જણાવ્યું હતું કે, 'નેપાળમાં શાંતિ પ્રવર્તતી રહે અને તે પ્રગતિ તથા સમૃદ્ધિના માર્ગે આગળ વધતું રહે તે માટે ભારત તમામ પ્રકારની સહાય કરવા હંમેશાં તત્પર રહેશે.'

તે સર્વવિદિત છે કે, ડાબેરી ઝુકાવ ધરાવતા નેપાળના પદભ્રષ્ટ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી તદ્દન ચીન તરફી હતા. પરંતુ છેલ્લાં કેટલાક દિવસોથી શર્મા સરકાર સામે નેપાળમાં ચક્રવાત શરૂ થઈ જતાં ઓલી ઝપાટાબંધ તેમનું ત્યાગપત્ર પ્રમુખ રામચંદ્ર પૌડલને આપી દડ-મજલ (હેલિકોપ્ટર) દ્વારા દુબઈ નાસી ગયા છે.

આ પછી ચક્રવાતી વંટોળની ફનલની ટીપ અસામાન્ય તાકાત ધરાવે છે તે વિશાળ વૃક્ષોને પણ ઉડાડી દીધો છે. નેપાળમાં છેલ્લા ૮ દિવસથી 'પાવર-વેક્યુમ' પ્રવર્તતું હતું. બીજી તરફ કે.પી. શર્મા ઓલી જેમણે સેંકડો વર્ષોથી ભારત-નેપાળ સરહદ (પશ્ચિમે) મોકલી કાળ ગંગા નદીને સરહદીય 'રેખા' ગણવાનો નકાર ભણ્યો હતો અને બંને દેશો વચ્ચેના સૈકાઓ જૂના સંબંધો તૂટવાની અણી ઉપર મૂકી દીધા હતા, તેવા આ ઓલી જતાં ચીનની બાજી ઊંધી પડી ગઈ. ચીન તો ત્યાં (નેપાળમાં) લશ્કરી થાણા નાખવા માગતું હતું. ઓલીએ તે સ્વીકાર્યું પણ હતું.