Get The App

ભારત-યુ.કે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પછી નરેન્દ્ર મોદીની કીંગ ચાર્લ્સ સાથે મુલાકાત

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
ભારત-યુ.કે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પછી નરેન્દ્ર મોદીની કીંગ ચાર્લ્સ સાથે મુલાકાત 1 - image


- કીંગ ચાર્લ્સને 'એક પેડ મા કે નામ' અર્પિત કર્યું : કીંગ ચાર્લ્સ પોતે નિસર્ગ પર્યાવરણ અને જીવનાધાર માટેના આગ્રહી છે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે સાંજે કીંગ ચાર્લ્સ ૩જાને સેન્ડીગ્રામહમ હાઉસ ખાતે મળ્યા હતા. આ પૂર્વે માત્ર થોડા જ સમયે ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો હતો. જેથી બંને દેશો વચ્ચેના વ્યાપાર વધીને વાર્ષિક ૩૪ બિલિયન ડોલર સુધી પહોંચશે.

આ મુલાકાત અંગે બ્રિટનના શાહી કુટુંબને ગુરૂવારે ઠ ઉપર જણાવ્યું હતું કે, કીંગ ચાર્લ્સે ભારત પ્રજાસત્તાકના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સેન્ડ્રીંગહામ હાઉસ ખાતે મળ્યા હતા.

વડાપ્રધાન મોદીએ તે મીટીંગને ઘણી જ સફળ ગણાવી હતી અને જણાવ્યું હતું કે અમે વ્યાપાર મૂડી રોકાણ તથા સર્વગ્રાહી આર્થિક અને વ્યાપારી કરારો વિષે ચર્ચા કરી હતી. તેમજ શિક્ષણ, આરોગ્ય, જન સામાન્યની સુખાકારી વિશેષતઃ યોગ અને આયુર્વેદ વિષે પણ ચર્ચા કરી હતી. હીઝ-મેજેસ્ટીને તેમાં ઘણો રસ પણ પડયો. અમે પર્યાવરણ સુરક્ષા તથા જાળવણી સંબંધે પણ ચર્ચા કરી હતી. 

વડાપ્રધાન મોદીએ 'એક પેડ માં કે નામ' આંદોલન વિષે ચર્ચા કરી. તેઓએ કહ્યું, કિંગ ચાર્લ્સ પણ તે આંદોલનમાં સહભાગી બનવા આતુર છે. મેં તેઓને એક વૃક્ષની પણ ભેટ આપી હતી.

આ પૂર્વે ગુરૂવારે સવારે વડાપ્રધાન મોદી અને બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમેર ભારત- બ્રિટન વ્યાપાર સંધિ સમયે ઉપસ્થિત રહ્યા હતા. ભારતના વાણિજય મંત્રી પીયુષ ગોહેલ અને બ્રિટનના વાણિજય મંત્રી જોનસન રેનોલ્ડન બંને એ તે કરારો ઉપર હસ્તાક્ષરો કર્યા હતા.

Tags :