યુક્રેન યુદ્ધ પૂરુ કરવા પુતિનને સમજાવવાનો એકમાત્ર અંતિમ વિકલ્પ નરેન્દ્ર મોદી
- અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું મંતવ્ય
- આ યુદ્ધનો અંત લાવવાનો પુતિન પાસે હજી સમય છે માટે મોદીને પ્રયત્ન કરવા દો અમેરિકા તે આવકારશે
નવી દિલ્હી : અમેરિકાએ આજે જણાવ્યું હતું કે, 'યુક્રેન યુદ્ધનો અંત લાવવાનો પુતિન પાસે હજી સમય છે તે માટે મોદી જ પુતિનને સમજાવી શકશે. તેઓને જે યોગ્ય લાગે તે પ્રયત્નો કરવા દો. અમેરિકા તે અંગેના પ્રયાસોને આવકારશે.'
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના પ્રવકતા જ્હોન કીર્વીએ આ સાથે વધુમાં જણાવ્યું હતું કે, ખેદની વાત તે છે કે, પ્રમુખ ઝેલેસ્કીએ ગઈકાલે જણાવ્યું હતું કે, પશ્ચિમના દેશો પાસેથી મેળવેલી શસ્ત્ર સહાય પછી રશિયાએ તેના હુમલાઓની તીવ્રતા વધારી દીધી છે. જ્યારે પ્રમુખ જો બાયડને કહ્યું હતું કે, યુક્રેન-યુદ્ધ શરૂ થયાને એક વરસ પૂરૃં થશે ત્યારે (૨૪મી ફેબુ્રઆરીએ) તેઓ પોલેન્ડની મુલાકાત લેવાના છે.
ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત દાભોલ મોસ્કોમાં પ્રમુખ પુતિનની લીધેલી મુલાકાત પછી થોડા જ દિવસે અમેરિકાના રાષ્ટ્રીય સલામતિ સલાહકાર જ્હોન કીર્વીનું આ કથન બહુ મહત્વનું બની રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મળેલી શાંઘાઈ કો.ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની પરિષદ સમયે નરેન્દ્ર મોદીએ પુતિનને કહ્યું હતું કે, આ યુગ તે યુદ્ધનો યુગ નથી તે મેં તમને પૂર્વે થયેલી ફોન પરની વાતચીતમાં પણ કહ્યું હતું. આજે આપણને શાંતિના માર્ગે જવાની તક મળશે એમ તે માર્ગે આપણે કઈ રીતે પ્રગતિ કરી શકીએ તે જાણવાની પણ તક મળશે.