- મ્યુઝિયમમાં મોનાલિસા, વિનસ દ'મીલો જેવાં અદ્ભૂત ચિત્રો છે
- સીન નદી દ્વારા ચોરો આવ્યા હતા, સ્મોલ ચેઇન સાથે માલ વાહક લિફ્ટથી ઘૂસ્યા, ચોરી કરી બાઈક પર નાસી ગયા
આ ચોરી અંગે ફ્રાંસનાં સાંસ્કૃતિક બાબતોનાં મંત્રી રીચાર્ડા દાતીએ જણાવ્યું હતું કે તે ચોરોની તપાસ થઇ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ બુ્રવમાં સીન નદી દ્વારા ઘૂસ્યા હતા. ત્યાંથી તેઓ માલવાહક લિફ્ટમાં ચઢી ઉપર પહોંચ્યા હશે.
સોશ્યલ મીડીયા પોસ્ટ ઉપર તેઓએ આ માહિતી આપતાં વધુમાં લખ્યું હતું કે રત્નોનું બજાર મૂલ્ય તો ઘણું જ છે. પરંતુ તેનાં વારસાઈ અને ઐતિહાસિક મૂલ્યો તો આંકી શકાય તેમ જ નથી.
આ અંગે ફ્રેન્ચ દૈનિક લ'પેરિસીયન જણાવે છે કે તે રત્નો નેપોલિયન અને સમ્રાજ્ઞાીનાં હતાં. ચોરો નાની ચેઇનસો સાથે ઘૂસ્યા હતા. આ મ્યુઝિયમ વિશ્વ વિખ્યાત છે. તેમાં મોનાલિસા વિનસ દ'મીલો અને વિંગેડ વિક્ટરી ઓફ સેમોથ્રેસનાં અદ્ભુત ચિત્રો છે. આ મ્યુઝિયમ જોવા રોજ ૩૦,૦૦૦ લોકો આવે છે.


