વિએટનામ વૉર પીડિત છોકરીની ૫૦ વર્ષ પછી સારવાર થઈ!
તે વખતે અમેરિકાના બોમ્બથી કિમ ઈજાગ્રસ્ત થઈ હતી
નેપ્થાલિન બોમ્બની ગંભીર અસર વિએટનામ યુદ્ધ વખતે આઠ-નવ વર્ષની ચામડી પર થઈ હતી
વિએટનામ વૉર દરમિયાન અમેરિકન બોમ્બમારામાં ગંભીર રીતે ઘવાયેલી ૯ વર્ષની છોકરીને ૫૦ વર્ષ પછી અમેરિકામાં સ્કિનની સારવાર મળી હતી. કેમિકલ બોમ્બની અસરના કારણે કિમ ફાન તીએ વર્ષો સુધી પીડા ભોગવી હતી.
વિએટનામ વૉર વખતે અમેરિકાએ અસંખ્ય બોમ્બ વર્ષાવ્યા હતા. નેપ્થાલિનના ઉપયોગથી બનેલા એવા જ એક બોમ્બમારા વખતે તે વખતે ૯ વર્ષની છોકરી કિમ ફાન તી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. વિએટનામ વૉરની કેટલીક આઈકોનિક ઈમેજમાં એ છોકરીના ફોટાનો સમાવેશ થાય છે. ભયથી ઈજાગ્રસ્ત પામેલી નવ વર્ષની નિર્વસ્ત્ર દોડતી એ છોકરીના ફોટાએ દુનિયાભરમાં સંવેદના જગાવી હતી. એના ફોટોગ્રાફર ટ્રાન્ગ બેંગને એ તસવીર બદલ વિશ્વ વિખ્યાત પુલિત્ઝાર પ્રાઈઝ મળ્યું હતું.
એ છોકરી કિમ ફાન તીના શરીરમાં કેમિકલની ગંભીર અસરો થઈ હતી. તેને ચામડીનો અસાધ્ય રોગ થયો હતો. નેપ્થાલિનના ઉપયોગથી નેપાલ્મ બોમ્બની વર્ષા થઈ હતી અને તેની અસરગ્રસ્ત છોકરીને નેપાલ્મ ગર્લ એવું હુલામણું નામ મળ્યું હતું. એ સમયે ૧૭ ઓપરેશન કરીને એનો જીવ બચાવાયો હતો. તેમ છતાં એના શરીરમાં કેમિકલ બોમ્બની અસર જોવા મળતી હતી. દાયકાઓ સુધી લાંબી સારવાર ચાલી હોવા છતાં તેને ચામડીમાં પડેલા ચકામા ઘટતા ન હતા.
એ છોકરી હવે ૫૯ વર્ષના મહિલા છે. કિમ કેનેડામાં રહે છે. અમેરિકામાં તેમની ચામડીની સારવાર થઈ હતી અને ૫૦ વર્ષની પીડામાંથી તેમને મુક્તિ મળી હતી. ફ્લોરિડાના ડૉ. જિલ ઝેઈબલે કિમની સારવાર કરી હતી. જે અમેરિકાએ છોકરીને પીડા આપી હતી એ જ અમેરિકામાં તેની સારવાર થઈ હતી. આ સારવાર પછી તેનું જીવન નોર્મલ થશે એવી ડૉક્ટરે આશા વ્યક્ત કરી હતી.