પૃથ્વીની એવી રહસ્યમય જગ્યા જ્યાંથી જમીન નહીં પણ અંતરિક્ષ નજીક! હજારો કિ.મી. સુધી ત્યાં કોઈ માનવી નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Earth mysteries : પૃથ્વી પર એક એવી જગ્યા છે જ્યાં જગ્યા જમીન કરતાં પણ અંતરિક્ષ નજીક છે. સમુદ્રના આ પોઈન્ટથી દરેક દિશામાં હજારો કિલોમીટર સુધી કોઈ જમીન નથી. પોઇન્ટ નેમો પૃથ્વી પરનું સૌથી રિમોટ જગ્યા છે. જ્યાં કોઈ દરિયાઈ જીવ વિકાસ પામી શકતું નથી. સ્પેશ ઓર્ગેનાઈઝેશન અહીં નિષ્ક્રિય સેટેલાઈટ અને સ્પેશ સ્ટેશનને મોકલે છે. તો, ચાલો પૃથ્વી પરના આ રહસ્યમય સ્થળ વિશે જાણીએ...
જમીનથી 2,668 કિલોમીટર દૂર
દક્ષિણ પેસિફિક મહાસાગરના દક્ષિણમાં પોઇન્ટ નેમો જમીનથી 1,670 માઇલ (2,668 કિલોમીટર) દૂર છે. તેને પૃથ્વી પર સૌથી દુર્ગમ સ્થળ માનવામાં આવે છે. આ બિંદુ વિષુવવૃત્ત, આંતરરાષ્ટ્રીય તારીખ રેખા અને 90મી મેરિડીયન પશ્ચિમ (જ્યાં આ ત્રણ રેખાઓ મળે છે) ના આંતરછેદ પર આવેલું છે. આ દેશ પર કોઈ દેશનો અધિકાર નથી.
આ પણ વાંચો: VIDEO: નેતન્યાહૂ મંચ પર આવતા જ અનેક દેશોના પ્રતિનિધિઓએ ચાલતી પકડી, UNGAમાં બૉયકોટ
અહીંથી સૌથી નજીકની જમીન ઉત્તરમાં પિટકેરન ટાપુ જૂથમાં ડ્યુસી ટાપુ, ઉત્તરપૂર્વમાં ઇસ્ટર ટાપુ સાંકળમાં મોટુ નેઈ અને દક્ષિણમાં એન્ટાર્કટિકાના એક દાવો ન કરાયેલ પ્રદેશ મેરી બાયર્ડ લેન્ડના કિનારે સ્થિત માહેર ટાપુ છે. જો કે, તેમાથી કોઈ પણ સ્થાન વસ્તીવાળું નથી.
લોકોને મળવા માટે તમારે 3 હજાર કિલોમીટર દૂર વિશ્વની સૌથી આઈસોલેટેડ જગ્યામાં એક ઇસ્ટર આઇલેન્ડ અથવા 4,000 કિલોમીટરની મુસાફરી કરવી ન્યુઝીલેન્ડ સુધી જવુ પડશે, જે ફક્ત હોડી દ્વારા જ પહોંચી શકાય છે. આ યાત્રામાં બે અઠવાડિયાથી વધુ સમય લાગશે.
કેમ છે આ પોઈન્ટ ઓફ ઈનએક્સેસિબિલિટી
પોઇન્ટ નેમોને મહાસાગરોનું પોઈન્ટ ઓફ ઈનએક્સેસિબિલિટી (દુર્ગમતાનું બિંદુ) કહેવામાં આવે છે. દુર્ગમતાનું બિંદુ એ સ્થાન છે જ્યાં કોઈપણ દરિયાકિનારો તેનાથી સૌથી દૂર હોય છે. નકશા પર તે આ ભૂમિનું સેન્ટર પોઈન્ટ છે. દરેક દિશામાં આ સ્થાન નજીકની જમીનથી 2,688 કિલોમીટરના સમાન અંતરે છે. પૃથ્વી પર દુર્ગમતાના અન્ય બિંદુઓ ઉત્તરમાં આર્કટિક મહાસાગરનો બરફ અને દક્ષિણમાં એન્ટાર્કટિકામાં એક જૂનું સોવિયેત સંઘનું જૂનુ રિસર્ચ સ્ટેશન છે.
આ પણ વાંચો: વધુ એક દેશને Gen-Z એ માથે લીધું, સરકાર ઘૂંટણિયે, બે યોજનાઓ પાછી ખેંચવી પડી









