મ્યાનમારમાં જમીન ધસી પડવાથી 113 લોકોના મોત
નાયપીટાવ, તા.2 જુલાઈ 2020, ગુરૂવાર
ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.
અહીંના કચિન પ્રાંતમાં ભારે વરસાદના કારણે જમીન ધસી પડવાથી 113 મજૂરોના મોત થયા છે.આ આંકડો હજી પણ વધી શકે છે.કારણકે ઘણા લોકો હજી દબાયેલા છે અને તેમની શોધ ચાલુ છે.ઘણા લોકો કીચડમાં ફસાયેલા છે.અહીંયા છેલ્લા એક સપ્તાહથી વરસાદ પડી રહ્યો છે.
આ મજૂરો એક ખાણમાં કામ કરી રહ્યા હતા.દુર્ઘટનાને નજરે જોનારા લોકોએ કહ્યુ હતુ કે, પહાડી પરથી જમીનનો એક મોટો હિસ્સો ધસી પડ્યો હતો અને તેમાં આ મજૂરો દટાઈ ગયા હતા.
ભારે વરસાદ વચ્ચે હાલમાં પણ અહીંયા રાહત કામગીરી ચાલી રહી છે.એક વર્ષ પહેલા પણ આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં 59 લોકોના જીવ ગયા હતા.