Get The App

'આ બોટલની અંદર મારી માતા છે, એને ફરવા દો પ્લીઝ' : માની ઈચ્છા પૂરી કરવા દીકરીનો અનોખો પ્રયાસ

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
'આ બોટલની અંદર મારી માતા  છે, એને ફરવા દો પ્લીઝ' : માની ઈચ્છા પૂરી કરવા દીકરીનો અનોખો પ્રયાસ 1 - image


London News : સમુદ્ર કિનારે એક મહિલાને બોટલની અંદર બંધ અસ્થિઓ અને તેની સાથે એક ચિઠ્ઠી મળી આવી હતી. જેને વાંચીને તેની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યાં હતાં. આ ચિઠ્ઠી એક દીકરીએ મૃત માતાની છેલ્લી ઈચ્છાને પૂરી કરવા માટે લખી હતી. 

ઓલ્ડહેમ, યુકેની રહેવાસી 24 વર્ષીય કેરા મેલિયાએ માતાની અસ્થિઓને કાંચની બોટલમાં નાખીને એક ચિઠ્ઠી સાથે વહેતી કરી હતી. આ ચિઠ્ઠીમાં લખવામાં આવેલો સંદેશ ભલભલા કઠણ હૃદયને પીગળાવે તેવો હતો. આ સંદેશ સાથેની બોટલ એક મહિલાને સમુદ્ર કિનારેથી મળી આવી હતી. તેમણે આ સંદેશને વાંચી, સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને બોટલને પાછી સમુદ્રમાં ફેંકી દીધી હતી. 

આ નોટમાં લખ્યું હતું કે, 'આ મારી માતા છે. તેને પાછી બોટલમાં ભરીને સમુદ્રમાં ફેંકી દો. તે દુનિયાને ફરવા નીકળી છે.' આ ચિઠ્ઠી લખનારી મેલિયાએ કહ્યું કે, તેની માતા મેરીનું સપનું દુનિયા ફરવાનું હતું. જીવનમાં કંઈક એવું થયું કે, માતાને પ્રવાસ માટે નીકળવાનો મોકો મળ્યો ન હતો. તેમને સમુદ્ર તટ અને સૂર્યપ્રકાશથી પ્રેમ હતો. 

મેલિયાની માતાનું 51 વર્ષની ઉંમરે હૃદયરોગના કારણે મૃત્યુ થયું હતું. સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટ યુઝર્સને ખૂબ પસંદ આવી રહી છે. એક મહિલાએ લખ્યું કે, તારી માતા તને આશીર્વાદ આપી રહી હશે.
Tags :