ઇસ્લામાબાદમાં પ્રથમ હિંદુ મંદિરને પાક.ના સૌથી મોટા મુસ્લિમ સંગઠનનું સમર્થન
- ઉલેમા કાઉન્સિલે મંદિરના વિરોધી કટ્ટરવાદીઓને આડેહાથ લીધા
- પાક.ના બંધારણે હિંદુઓને પણ અધિકારો આપ્યા છે જેને કોઇ કટ્ટરવાદી નહીં છીનવી શકે : ઉલેમા કાઉન્સિલ
ઇસ્લામાબાદ, તા. 11 જુલાઇ, 2020, શનિવાર
પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં કૃષ્ણ મંદિર બનાવવાની ઇમરાન ખાન સરકારે મંજૂરી આપી દીધી હતી. જોકે પાક.ના કટ્ટરવાદીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માથા કાપી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.
આ સિૃથતિ વચ્ચે પાક.ના એક મોટા મુસ્લિમ સંગઠને ઇસ્લામાબાદમાં કૃષ્ણ મંદિર બનાવવાને સમર્થન કર્યું છે અને હિંદુઓ તેમજ સરકારને સાથ આપવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનમાં મોટા મુસ્લિમ સંગઠનોના પણ મુખ્ય સંગઠન પાકિસ્તાન ઉલેમા કાઉન્સિલે ઇસ્લામાબાદમાં પહેલા હિંદુ મંદિરને બનાવવા માટે સમર્થન જાહેર કર્યું છે.
પાક.ના જાણીતા અખબાર ડોનના એક રિપોર્ટમાં જણાવવામા આવ્યું હતું કે પાકિસ્તાન ઇલેમા કાઉન્સિલે આ મંદિરને બનાવવા સમર્થન જાહેર કર્યું છે. સાથે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાનમાં મુસ્લિમો અને લઘુમતી(હિંદુ)ઓ બન્નેને પાકિસ્તાનના બંધારણે અિધકારો આપ્યા છે. કટ્ટરવાદીઓ દ્વારા જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી અને અમે તેનો વિરોધ કરીએ છીએ.
પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે કૃષ્ણ મંદિર બનાવવા માટે 10 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જેને પગલે કેટલાક સૃથાનિક કટ્ટરવાદી સંગઠનોએ વિરોધ કરી એવી દલીલ કરી હતી કે જો મસ્જિદ જાહેર જનતાના ફંડથી બનતી હોય તો મંદિર પણ એ જ રીતે બનાવવા જોઇએ અને સરકારે પૈસા ન આપવા જોઇએ.
આ વિરોધને પગલે પાકિસ્તાન સરકારે હાલ પુરતા આ મંદિર બનાવવાનો નિર્ણય પડતો મુક્યો હતો. બીજી તરફ હવે પાકિસ્તાનના સૌથી મોટા ઇસ્લામિક ધાર્મિક સંગઠન ઉલેમા કાઉન્સિલે આ મંદિરને સમર્થન આપ્યું છે, સાથે એવી પણ જાહેરાત કરી છે કે આ મુદ્દે અમે સરકારની સાથે પણ વાતચીત કરીશું. ઉલેમા કાઉન્સિલ પાક. સરકારને ધાર્મિક બાબતોમાં સલાહ સુચન પણ આપતુ રહ્યું છે.
આ ઇસ્લામિક સંગઠનના ચેરમેન હાફિઝ મોહમ્મદ તાહિર મેહમુદ શરીફે કહ્યું હતું કે પાકિસ્તાનમાં હિંદુઓ સહિતના લઘુમતીઓને બંધારણે જે અિધકારો આપ્યા છે તેમાં કોઇ પણ કટ્ટકવાદી દખલ નહીં દઇ શકે અને અમે આ પ્રકારના નિવેદનોનું ખંડન કરીએ છીએ અને મંદિર બનાવવાને સમર્થન આપીએ છીએ. હાલમાં જ કરતારપુર કોરિડર પણ લઘુમતીઓ માટે બનાવવામાં આવ્યું છે. એવામાં આ મંદિરને લઇને પણ કોઇ જ સમસ્યા કે વિરોધ ન હોવો જોઇએ.