World

મુસ્લિમ દેશો ‘અસલી દુશ્મન’ને ઓળખી એક થાય, ઈરાનના સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈનું મોટું નિવેદન

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
ઈરાનના સુપ્રીમ લીડર સૈયદ મોજતબા ખામેનેઈએ મુસ્લિમોને એકતા જાળવી રાખવા અને સાચા દુશ્મનને ઓળખી તેનો સામનો કરવા અપીલ કરી છે. તેમણે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ઈસ્લામનો દુશ્મન જાતિ, સંસ્કૃતિ, આર્થિક, રાજકીય અને ભૌગોલિક તફાવતોનો ગેરલાભ ઉઠાવી મુસ્લિમોમાં ભાગલા પાડવા માગે છે. પેલેસ્ટાઈનની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા, તેમણે અમેરિકા અને ઈઝરાયલને મુસ્લિમ એકતાના કટ્ટર દુશ્મન ગણાવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

મુસ્લિમ દેશો ‘અસલી દુશ્મન’ને ઓળખી એક થાય, ઈરાનના સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈનું મોટું નિવેદન

Iran Supreme Leader Mojtaba Khamenei Message For Muslim Unity : ઈરાનના સુપ્રીમ લીડરે મુસ્લિમો વચ્ચે એકતાની અપીલ કરી છે અને ઈસ્લામિક દેશોને પોતાના સાચા દુશ્મનને ઓળખીને તેનો સામનો કરવા જણાવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને તેમણે જણાવ્યું કે ઈસ્લામનો દુશ્મન મુસ્લિમો વચ્ચે ભાગલા પાડવા અને તેમની શક્તિને નબળી પાડવા માટે જાતિ, સંસ્કૃતિ, સામાજિક, આર્થિક, રાજકીય અને ભૌગોલિક તફાવતોનો ગેરલાભ ઉઠાવવા માગે છે.

મુસ્લિમોમાં ભાગલા પાડવાનું ષડયંત્ર : ખામેનેઈ

સૈયદ મોજતબા ખામેનેઈ (Iran Supreme Leader Sayyed Mojtaba Khamenei) જણાવ્યું કે, 'ઈસ્લામનો દુશ્મન જાતિ, સંસ્કૃતિ, સમાજ, આર્થિક, રાજકીય અને ભૌગોલિક તફાવતોને મુસ્લિમો વચ્ચે ભાગલા પાડવાનું બહાનું બનાવવા માગે છે, જેથી તેમની તાકાત ઓછી દેખાય, અને તે તેમના પર પોતાનું વર્ચસ્વ જમાવવા યોગ્ય તકની રાહ જોઈ રહ્યો છે. કોઈપણ પદ પર બેઠેલી કોઈપણ વ્યક્તિ જો એવું કામ કરે છે જેનાથી મુસ્લિમોમાં ભાગલા પડે છે અને ઈસ્લામિક સમુદાયમાં વિવાદ ઊભો થાય છે, પછી ભલે તે જાણીજોઈને કરવામાં આવ્યું હોય કે અજાણતામાં, તેણે ઈસ્લામના દુશ્મનોના એજન્ડાને આગળ વધાર્યો છે.'

પેલેસ્ટાઈનની સ્થિતિ અંગે ચિંતા

તેમણે જણાવ્યું કે, 'આજના સમયમાં કોઈ આ કામને અણસમજ કે બેદરકારી કેવી રીતે કહી શકે, જ્યારે ગુનેગાર અમેરિકા સહિત દુનિયાના સરમુખત્યારોએ ગુલામીના મકસદવાળા પોતાના ચહેરા પરથી નકાબ હટાવી દીધો છે.' પેલેસ્ટાઈનનો ઉલ્લેખ કરતા તેમણે પ્રશ્ન કર્યો કે, જો આખી દુનિયાના મુસ્લિમો એક સાથે રહ્યા હોત તો શું પેલેસ્ટાઈનની આવી હાલત થઈ હોત? તેમણે પશ્ચિમ એશિયા અને પર્સિયન ગલ્ફના શાસકોને પોતાના સાચા દુશ્મનને ઓળખવા અપીલ કરતા કહ્યું કે, 'ઈસ્લામિક સમુદાયની સમસ્યાઓનો ઉકેલ એકતા, મિત્રતા અને સહયોગ જાળવી રાખવામાં છે.'

ખામેનેઈ અમેરિકા-ઈઝરાયલને મુસ્લિમ એકતાના વિરોધી ગણાવ્યા

તેમણે અમેરિકા અને ઈઝરાયલને મુસ્લિમ એકતાના વિરોધી ગણાવતા કહ્યું કે, 'અમેરિકાના ગુનેગાર શાસકો અને ગેરકાયદે ઝાયોનિસ્ટ શાસન મુસ્લિમો વચ્ચેની એકતા અને મિત્રતાના કટ્ટર દુશ્મન છે. તેઓ સમગ્ર ઈસ્લામિક સમુદાય સાથે દુશ્મનાવટ રાખે છે, જેમાં તેમના સહયોગી ગણાતા દેશો પણ બાકાત નથી.' તેમણે યાદ અપાવ્યું કે, કેટલાક ઈસ્લામિક દેશોના નેતાઓનું વૈશ્વિક સત્તાઓ દ્વારા કરાયેલું અપમાન હજુ પણ તાજું છે.

દેશને આત્મનિર્ભર અર્થતંત્ર બનાવવા હાંકલ

દેશની આર્થિક વ્યૂહરચના અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું અને જરૂરી વ્યવહારોમાં યુએસ ડોલર પર નિર્ભરતા ઘટાડવી એ આત્મનિર્ભર રેઝિસ્ટન્સ ઈકોનોમી બનાવવા માટે અનિવાર્ય છે. તેમણે આર્થિક સ્થિતિસ્થાપકતાને માત્ર નીતિગત વિકલ્પ નહીં, પરંતુ બાહ્ય નાણાકીય દબાણનો સામનો કરવા અને લાંબા ગાળાની સ્થિરતા મેળવવા માટે જરૂરી રાષ્ટ્રીય માળખું ગણાવ્યું હતું.

ઈરાનનું આ વલણ એવા સમયે સામે આવ્યું છે, જ્યારે 24 ઓગસ્ટે અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ 'ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ' શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ અભિયાનનો હેતુ વિશ્વભરમાંથી ઈરાનના નાણાકીય જોડાણો તોડવાનો અને ત્યાંના શાસનને મળતા આવકના સ્ત્રોતોને રોકવાનો છે.