World

મસ્કની સ્પેસએક્સે 75 અબજ ડોલરના IPOની તૈયારી શરૂ કરી

By GS TEAM
4 Apr 20262 mins read
મસ્કની સ્પેસએક્સે 75 અબજ ડોલરના IPOની તૈયારી શરૂ કરી

- કંપનીનું વેલ્યુએશન 2 ટ્રિલિયન ડોલર

- આ સાથે સાઉદી અરામ્કોના 2019માં બનાવેલા 29.4 અબજ ડોલરના IPOનો વર્લ્ડ રેકોર્ડ તોડશે 

- જૂન 2026 સુધીમાં રોકેટ અને AI પાવરહાઉસ કંપનીના શેર માર્કેટમાં ટ્રેડિંગ માટે આવશે : રિપોર્ટ

ન્યૂ યોર્ક : દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સ શેરબજારમાં ઈતિહાસ રચવા જઈ રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સ્પેસએક્સે અમેરિકામાં તેના આઈપીઓ માટેના જરૂરી દસ્તાવેજો જમા કરાવી દીધા છે. કંપની આઈપીઓ દ્વારા તેનું વેલ્યુએશન અંદાજે ૨ ટ્રિલિયન ડોલર આંકી રહી છે. આ દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ સાબિત થઈ શકે છે.

રિપોર્ટ મુજબ, સ્પેસએક્સનું ટારગેટ આ આઈપીઓ સાથે અંદાજે ૭૫ અબજ ડોલર એકત્ર કરવાનું છે. આ સાથે જ તે સાઉદી અરામકોના ૨૦૧૯ના વિશ્વ રેકોર્ડને તોડી નાખશે. જ્યારે, તેમણે ૨૯.૪ અબજ ડોલરનો આઈપીઓ લોન્ચ કર્યો હતો. નિષ્ણાતોના મતે, જૂન ૨૦૨૬ સુધીમાં સ્પેસએક્સના શેર માર્કેટમાં ટ્રેેડિંગ માટે આવી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, ફેબુ્રઆરી ૨૦૨૬માં સ્પેસએક્સ અને મસ્કની એઆઈ કંપની એક્સએઆઈએ સાથે મળીને ગ્રોક ચેટબોટ બનાવ્યું હતું. જેથી સ્પેસએક્સ માત્ર રોકેટ કંપની ના રહીંને એક એઆઈ પાવરહાઉસ બની ગઈ છે. સાઉદી અરેબિયાનું સરકારી ફંડ પણ સ્પેસએક્સમાં મોટું રોકાણ કરવા માટે વાતચીત કરી રહ્યું છે. સ્પેસએક્સે આઈપીઓ માટે બેંક ઓફ અમેરિકા, સિટીગુ્રપ, જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપની અને મોર્ગન સ્ટેન્લીને પસંદ કર્યા છે. 

સ્પેસએક્સનું મૂલ્યાંકન ઘણા દેશોની જીડીપી કરતા વધારે 

(ડોલરમાં)

બ્રાઝિલ

૨ ટ્રિલિયનથી ઓછું

કેનેડા

૧.૮ ટ્રિલિયન

દ.કોરિયા

૧.૮ ટ્રિલિયન

ઓસ્ટ્રેલિયા

૧.૬ ટ્રિલિયન

સ્પેન

૧.૫ ટ્રિલિયન