Get The App

મસ્કની સોશિયલ મીડિયા સાઇટ્સ એક્સને 14 કરોડ ડોલરનો દંડ

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
મસ્કની સોશિયલ મીડિયા સાઇટ્સ એક્સને 14 કરોડ ડોલરનો દંડ 1 - image

- એક્સ અગાઉ ટ્વિટર હતી ત્યારે પણ દંડિત થઈ હતી

- યુરોપીયન પંચનો દાવો: એક્સે યુરોપના ડિજિટલ સુરક્ષાના નિયમોનો ભંગ કરતાં દંડ કરાયો છે

- એક્સની ડિઝાઇન યુરોપીયન યુઝર સરળતાથી કૌભાંડીઓનો ભોગ બને અને તેની સાથે ગેરરીતિ આચરી શકાય તેવી છે: ઇયુ

ન્યૂયોર્ક : યુરોપીયન યુનિયન રેગ્યુલેટરે શુક્રવારે ઇલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને યુરોપીયન બ્લોકના ડિજિટલ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જવા બદલ ૧૪ કરોડ ડોલર(૧૨ કરોડ યુરો) નો દંડ કર્યો હતો. યુરોપીયન પંચે બે વર્ષ પહેલા એક્સ સામ ડિજિટલ સર્વિસિસ એક્ટના ભંગની તપાસ શરૂ કરી હતી તેના પછી આ નિર્ણય કર્યો હતાકરી છે. 

રેગ્યુલેટરોનું કહેવું છે કે એક્સે બ્લુ ચેકમાર્કના નિયમોનો ભંગ કર્યો છે. એક્સે એવી ડિઝાઇન પ્રણાલિ અપનાવી છે જેના કારણે જેના કારણે યુરોપીયન યુઝર સરળતાથી કૌભાંડોનો ભોગ બની શકે અને તેની સાથે ગેરરીતિ આચરી શકાય. 

મસ્કે ટ્વિટરને હસ્તગત કરી તે પહેલાં તે વેરિફિગેશનનું પ્રતિબિંબ પાડતા ચેકમાર્ક સોશિયલ મીડિયા પર કોમન હતા. તે મહદઅંશે રાજકારણીઓ, સેલિબ્રીટીઓ અને અન્ય પ્રભાવશાળી લોકોના એકાઉન્ટ્સ માટે અનામત હતા. મસ્કે તેને ૨૦૨૨માં ખરીદ્યા પછી જે લોકો પ્રતિ માસ આઠ ડોલર ચૂકવવા તૈયાર હોય તેને ટ્વિટર એકાઉન્ટ આપવા માંડયું હતું. નિયમનકારોનું કહેવું છે કે એક્સે બ્લુ ચેકમાર્કના નિયમનો ભંગ કર્યો છે, એક્સ પોતે પણ પોતાની જરુરિયાત પૂરી કરવામાં નિષ્ફળ ગયું છે. 

ડીએસએ તરીકે ઓળખાતા નિયમમાં દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદારી છે કે તે યુરોપીયન યુઝર્સના સોશિયલ મીડિયા સાઇટ્સ પરના હિતોનું રક્ષણ કરે અને તેમની સાઇટ્સ પર આવતા ગેરકાયદેસરના કન્ટેન્ટ અને પ્રોડક્ટ્સને દૂર કરે, આમ કરવામાં નિષ્ફળ જાય તો તેના માટે તેણે જંગી દંડ ચૂકવવાનો આવે છે.

પંચે જણાવ્યું હતું કે તેણે અગાઉ પણ એક્સ ટ્વિટર તરીકે જાણીતુ હતુ ત્યારે ડીએસએના પારદર્શકતાની જરૂરિયાતના ત્રણ નિયમોના ભંગ બદલ દંડ ફટકાર્યો હતો. યુરોપીયન પંચના આ નિર્ણયના લીધે ટ્રમ્પ તંત્રના ભવા  વંકાઈ શકે છે, તેણે આમ પણ અમેરિકન ટેક કંપનીઓને બ્રસેલ્સમાંથી ફટકારવામાં આવતી દંડાત્મક કાર્યવાહીની ટીકા કરી છે અને તેમનેી કંપનીઓ પર વળતો પ્રહાર કરવાની ચેતવણી પણ આપી છે.