Get The App

મસ્કની 'અમેરિકા પાર્ટી' ટ્રમ્પ માટે 'દોસ્ત બના દુશ્મન ', યુએસના લોકોને ત્રીજા વિકલ્પનું વચન

મસ્ક પહેલા ટ્રમ્પના સમર્થક હતા ત્યાર પછી મનમેળ રહયો નથી.

મસ્ક માને છે કે અમેરિકાને એક મજબૂત ત્રીજા વિકલ્પની જરુર

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
મસ્કની 'અમેરિકા પાર્ટી' ટ્રમ્પ માટે 'દોસ્ત બના દુશ્મન ', યુએસના લોકોને ત્રીજા વિકલ્પનું વચન 1 - image


ન્યૂયોર્ક, ૭ જુલાઇ,૨૦૨૫,સોમવાર 

ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ સાથીદાર અને વિશ્વના સૌથી ધનાઢય એલન મસ્કે છેવટે ટ્રમ્પ સાથે છેડો ફાડીને 'અમેરિકા પાર્ટી 'નામના રાજકીય પક્ષની રચના કરી છે. આ પાર્ટીનો હેતું અમેરિકામાં ચાલતી દ્વી રાજકીય પક્ષની સિસ્ટમને પડકાર ફેંકવાનો છે. મસ્ક પોતે જ આ રાજકીય પાર્ટીને નાણા પુરા પાડશે. મસ્કે દાવો કર્યો હતો કે પોતાની નવી પાર્ટી ભ્રષ્ટ અને દેવાળું ફુંકનારી બંને પાર્ટીઓનો વિકલ્પ બનશે. વિશ્વની સૌથી આધુનિક લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા અમેરિકામાં દાયકાઓથી ડેમોક્રેટ અને રિપબ્લીકન એમ બે રાજકીય પાર્ટીઓનું અસ્તિત્વ રહયું છે.

હાલમાં ટ્રમ્પના પ્રમુખપદ હેઠળ રિપબ્લીકન પાર્ટીનું શાસન ચાલે છે. અગાઉ જો બાયડેન ડેમોક્રેટસ પાર્ટીમાંથી ચુંટાયેલા અમેરિકી પ્રમુખ હતા. અમેરિકામાં ગત વર્ષ યોજાયેલા જનરલ ઇલેકશનમાં એલન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક રહયા હતા. ટ્રમ્પની રિપબ્લીકન પાર્ટીને ફંડ આપીને ચુંટણી પ્રચારમાં મદદ પણ કરી હતી. ટ્રમ્પે પ્રમુખ પદ સંભાળ્યા પછી મસ્કને પોતાની કેબિનેટમાં હોદ્દો આપીને શિરપાંવ આપ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી મસ્ક અને ટ્રમ્પ વચ્ચે મતભેદોના પગલે મસ્ક રી પબ્લીકન સરકારના વિરોધી બની ગયા છે. એક સમયે વખાણ કરતા થાકતા ન હતા એ  ટ્રમ્પે મસ્કની અનેક વાર ઝાટકણી કાઢી છે.

મસ્કની 'અમેરિકા પાર્ટી' ટ્રમ્પ માટે 'દોસ્ત બના દુશ્મન ', યુએસના લોકોને ત્રીજા વિકલ્પનું વચન 2 - image

મસ્કે ભલે અમેરિકા પાર્ટી નામના રાજકીય પક્ષની રચના કરી હોય પરંતુ સફળતા મળે તેવી શકયતા ઓછી હોવાનો નિષ્ણાતો મત વ્યકત કરી રહયા છ. ઘણા એવો અભિપ્રાય આપી રહયા છે અમેરિકાની રાજકીય સિસ્ટમ ત્રીજા પક્ષ માટે બની જ નથી. તેમ છતાં મસ્કનું ધ્યાન ૨૦૨૬માં કેટલીક સીનેટ અને હાઉસ સિટો પર ધ્યાન કેન્દ્રીત કરવાનું હોઇ શકે છે. એલન મસ્કે એક નવી રાજકીય પાર્ટી બનાવીને અમેરિકાના રાજકારણમાં હલચલ જરુર પેદા કરી છે. ખાસ કરીને લોકોને જોડવા માટે 'અમેરિકા પાર્ટી' એવું સરળ નામ પસંદ કર્યુ છે.

મસ્ક માને છે કે આ પાર્ટી દ્વારા લોકોની છીનવાઇ ગયેલી આઝાદીને પાછી લાવવા માંગે છે. પોતાના સોશિયલ મીડિયા એકસ પર જાહેરાત કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા સમર્થક હતા ત્યાર પછી બંને વચ્ચે મનમેળ રહયો નથી. પોતે રિપબ્લીકન પાર્ટીના નેતાઓને ચુનૌતી આપવા માટે ઉમેદવારો ઉભા રાખશે. મસ્ક માને છે કે અમેરિકાને એક મજબૂત વિકલ્પની જરુરિયાત છે. મસ્કે સરકારી ખર્ચ ઓછો કરવાનું વચન આપીને ફરી જનારા કોંગ્રેસના સદસ્યોની ઝાટકણી કાઢી હતી ક ખર્ચ ઘટાડવાના દેવામાં વૃધ્ધિ કરનારા સદસ્યોને શરમ આવી જોઇએ.


Tags :