જાણીતા TV એંકરની તાલિબાનના રાજમાં થઇ આવી હાલત
નવી દિલ્હી,17 જૂન 2022, શુક્રવાર
તાલિબાને અફઘાનિસ્તાનની હાલત એવી કરી દીધી છે કે દેશ આર્થિક અને રાજકીય ઉથલપાથલનો સામનો કરી રહ્યો છે. લોકોને પોતાની નોકરીની સામે પણ લડવુ પડી રહ્યું છે. દેશ જાણે ગરીબીમાં જકળાઇ ગયો છે.
હામિદ કરઝઈ સરકાર સાથે કામ કરી ચૂકેલા કબીર હકમલે હાલમાં જ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દર્શાવે છે કે, તાલિબાને દેશની હાલત કેવી કરી મૂકી છે. મોટા મોટા લોકો ગરીબાઇમાં ધકેલાઇ ગયા છે.
અનેક ટીવી ચેનલોમાં એંકર અને રિપોર્ટર તરીકે વર્ષો સુધી કામ કરનાર મૂસા મોહમ્મદી પાસે પરિવારનું ગુજરાન ચલાવવા માટે આવકનો કોઈ સ્ત્રોત નથી રહ્યો. જેથી તે રસ્તા પર ખાવાનુ વેચી રહ્યાં છે. આ પોસ્ટ અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ દર્શાવે છે. આ પોસ્ટ હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહી છે.
એક અફઘાન પત્રકાર મૂસા મોહમ્મદીની તસવીર શેર કરી. કેપ્શનમાં હકમલે લખ્યું કે મોહમ્મદી અનેક વર્ષોથી મીડિયા ઈન્ડસ્ટ્રીનો ભાગ હતો, જે એક જાણીતો ચહેરો પણ બની ગયો હતો.
જો કે અફઘાનિસ્તાનમાં તાલીબાનના રાજમાં ગંભીર સ્થિતિ સર્જાઇ છે, કે પોતાના પેટનો ખાડો પુરવા માટે પણ રસ્તા પર ખાવાનું વેચવું પડી રહ્યું છે.
એંકરની આ સ્ટોરી જ્યારે નેશનલ રેડિયો અને ટેલિવિઝનના ઉચ્ચાધિકારીઓ સુધી પહોંચી હતી. જેને જાણીને ત્યાંના ડાઈરેક્ટર અહમદુલ્લા વાસીકે ટ્વીટ કરીને આ એેંકરને પોતાની ઓફિસમાં કામ આપવાની વાત શેર કરી હતી.