સેક્સની ભુખ મીટાવવા માતાએ સંતાનો સાથે કર્યું ન કરવાનું કામ...
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર 2019, ગુરુવાર
કહેવાય છે કે માતા પોતાના સંતાનોના સુખ સામે પોતાના સુખને ભુલી જાય છે. બાળકો બીમાર પડે કે તેમને કોઈ તકલીફ થાય તો તેને દૂર કરવા માતા જમીન આકાશ એક કરી દેતી હોય છે. પરંતુ તાજેતરમાં જ એક ઘટના બની છે જે આ વાતોથી તદ્દન અલગ છે. જી હાં એક માતાએ પોતાની સેક્સ લાઈફ માટે પોતાના બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે.
લંડનની પ્રખ્યાત મોડલને સેક્સની લત એવી લાગી કે તે દેહવ્યાપર કરવા લાગી. ત્યારબાદ ગ્રાહકો સુધી પહોંચવા માટે તેણે તમામ હદો વટાવી અને પોતાના બે બાળકોની હત્યા કરી દીધી. 23 વર્ષીય આ નિર્દયી સ્ત્રીને 32 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ મોડલનું નામ લુઈસ પોર્ટોન છે, લુઈસના ભાઈના જણાવ્યાનુસાર તે નાનપણથી જ આવા ક્રૂર સ્વભાવની છે.
લુઈસને જ્યારે તેના ગ્રાહકો પાસે જવાનું થતું ત્યારે ઘણીવાર બાળકોની સંભાળ લેવા માટે તે જઈ શકતી નહીં. આ કારણે તેને બાળકો પર ગુસ્સો આવતો. લુઈસને સેક્સની લત લાગી ચુકી હતી. તેનું એક બાળક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું હતું તો પણ તેને મુકી તે પોતાના ગ્રાહક પાસે પહોંચી ગઈ હતી. આ કેસમાં જજએ ચુકાદો સંભળાવતા કહ્યું કે એક માં સેક્સ માટે પોતાના બાળકોની હત્યા કરી દે તે એક ખરાબ આત્મા હોવાની નિશાની છે.
લુઈસએ તેના બાળકોને 14,15 જાન્યુઆરી 2018ના રોજ માર્યા હતા. તેને તાજેતરમાં જ સજા સંભળાવવામાં આવી છે. લુઈસએ જેને મારી નાંખ્યા તે બાળકોમાં એક દીકરી 5 વર્ષની અને બીજી માત્ર 16 માસની હતી. 16 મહિનાની સ્કારલેટનું નિધન 18 દિવસ બાદ હોસ્પિટલમાં થયું હતું.