Get The App

૧૦ વર્ષ સુધી ડાન્સ કરીને માતા પુત્રીને કોમા માંથી બહાર લાવી, ચીનના હુનાન પ્રાંતની ઘટના

પોતાની દિકરીને વ્હિલચેરમાં બેસાડીને પાર્કમાં ફરવા જતી હતી.

ખૂદ એક સાથે થિરકતી અને સ્કવાયક ડાંસની ધૂન પર ઝુલાવતી હતી

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
૧૦ વર્ષ સુધી ડાન્સ કરીને માતા પુત્રીને કોમા માંથી બહાર લાવી, ચીનના હુનાન પ્રાંતની ઘટના 1 - image

બેઇજિંગ,૧૩ નવેમ્બર,૨૦૨૫,ગુરુવાર 

માતાએ કોમામાં સરી પડેલી પુત્રી સામે ૧૦ વર્ષ સુધી ડાંસ કરીને ભાનમાં લાવી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. કોમાની સારવાર કરવા માટે તબીબોએ વર્ષો પહેલા આશા છોડી દીધી હતી પરંતુ એક માતાના પ્રેમમાં શું તાકાત હોય છે તે ચીનની મહિલાએ સાબીત કર્યુ છે. આ સુખદ અને ચકચાર જગાવનારી ઘટના ચીનના હુનાન પ્રાંતમાં બની છે જેનું સૌનું ધ્યાન ખેંચ્યું છે. ૫૯ વર્ષીય માતા શિયાઓ જિએફેઇંની કોમામાં રહેતી પુત્રીનું નામ યાંગ ફાંગ હતી. છેલ્લા ૧૦ વર્ષથી માતા પોતાની દિકરીને વ્હિલચેરમાં બેસાડીને પાર્કમાં ફરવા જતી હતી.

૧૦ વર્ષ સુધી ડાન્સ કરીને માતા પુત્રીને કોમા માંથી બહાર લાવી, ચીનના હુનાન પ્રાંતની ઘટના 2 - image

ખૂદ એક સાથે થિરકતી અને , સ્કવાયક ડાંસની ધૂન પર ઝુલાવતી હતી. આ કોઇ એકસરસાઇઝ ન હતી પરંતુ પોતાના સંતાનને ભાનમાં લાવવાનો ભાવનાત્મક પ્રયાસ હતો. દરેક બીટ દરેક તાલ અને પ્રાર્થના સાથે આશા જોડાયેલી હતી.ચાઇના મોર્નિગ પોસ્ટના અહેવાલ અનુસાર શિયાઓએ સમગ્ર ૧૦ વર્ષ ડાન્સ થેરેપી આપી તેનું આ પરિણામ હતું પરંતુ હોસ્પિટલ આને ચમત્કાર સમજે છે. પુત્રી જેવી ભાનમાં આવી ત્યારે તેના પ્રથમ શબ્દ માતાને ઉદ્દેશીને આપ ખૂબ સારી વ્યકિત છો એવો હતો. ભાનમાં આવેલી યાંગ ફાંગ ચાલી શકે છે. બોલી શકે છે અને પોતાની દિનચર્ચા જાતે જ કરી શકે છે. તેની વિચારવાની અને સમજવાની ક્ષમતા હજુ ઓછી છે પરંતુ પુત્રીનું કોમામાંથી બહાર આવવું એ જ મોટું ઇનામ છે.