આખી દુનિયામાં બહિષ્કારનો યહૂદીઓમાં ડર પેઠો, સરવેમાં ઈઝરાયલીઓએ કહ્યું - વિદેશ નહીં જઈ શકીએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image Source: Twiiter
Israelis Fear They Will Be Unable To Travel Abroad: ઈઝરાયલમાં તાજેતરમાં જ થયેલા એક સરવેએ દેશના નાગરિકો વચ્ચે વધતી ચિંતાને ઉજાગર કરી છે. ઈઝરાયલની ચેનલ 12 દ્વારા પ્રકાશિત આ સર્વે પ્રમાણે 56% ઈઝારયલી નાગરિકોને ડર સતાવી રહ્યો છે કે, ગાઝા યુદ્ધના કારણે આતંરરાષ્ટ્રીય સમુદાયની નકારાત્મક પ્રક્રિયા અને ટીકાના કારણે તેઓ વિદેશ યાત્રા કરવામાં અસમર્થ છે. આ સરવે ઈઝરાયલ-હમાસ યુદ્ધ અને ક્ષેત્રીય તણાવો વચ્ચે વૈશ્વિક સ્તર પર ઈઝરાયલની છબી પર પડી રહેલી અસરને દર્શાવે છે.
સરવેમાં શું છે ખાસ?
સરવેમાં સામેલ 56% લોકોનું કહેવું છે કે, 'વૈશ્વિક ટીકાના કારણે અમે વિદેશ પ્રવાસથી ડરી રહ્યા છીએ.' આ લોકનું માનવું છે કે, ઘણા દેશોમાં ઈઝરાયલ પ્રત્યે વધતો વિરોધ તેમના પ્રવાસના પ્લાનને પ્રભાવિત કરી શકે છે.
40% લોકોને કોઈ ચિંતા નથી
બીજી તરફ 40% લોકોએ કહ્યું કે, 'અમને આવી કોઈ ચિંતા નથી. અમે આંતરરાષ્ટ્રીય ટીકાને પોતાના પ્રવાસના પ્લાન પર હાવી થવા દઈશું નહીં.'
બૉયકોટનો ડર
ઈઝરાયલ વિરુદ્ધ કેટલાક દેશો અને સંગઠનો દ્વારા શરૂ કરાયેલ બૉયકોટ, ડિવેસ્ટમેન્ટ અને સૈક્શન્સ (BDS) આંદોલને પણ આ ડરને વેગ આપ્યો છે. ઘણા ઈઝરાયલીઓનું માનવું છે કે આ આંદોલન વૈશ્વિક પ્રવાસને મર્યાદિત કરી શકે છે.
શું છે સમગ્ર મામલો?
ગાઝામાં ચાલી રહેલ યુદ્ધ અને ઈઝરાયલના સૈન્ય ઓપરેશનોએ વૈશ્વિક સ્તર પર તીખી પ્રતિક્રિયાઓને જન્મ આપ્યો છે. UNGAમાં ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામના પક્ષમાં ઘણા દેશોએ મતદાન કર્યું, જ્યારે ભારત જેવા કેટલાક દેશોએ મતદાનથી અંતર જાળવી રાખ્યુ હતું. આ ઉપરાંત ઈરાન અને સીરિયા પર ઈઝરાયલી હુમલાઓની પણ ઘણા દેશોએ નિંદા કરી છે. આ ઘટનાઓથી ઈઝરાયલની આંતરરાષ્ટ્રીય છબી પર અસર પડી છે, જે સામાન્ય ઈઝરાયલીઓની માનસિકતાને પણ અસર કરી રહી છે.
કેટલાક ઈઝરાયલીઓને ડર છે કે વૈશ્વિક ટીકાના કારણે કેટલાક દેશો તેમના નાગરિકો માટે વિઝા નિયમો કડક કરી શકે છે અથવા તેમના પ્રવેશ પર ઈનકાર કરી શકે છે. BDS આંદોલન હેઠળ ઈઝરાયલી ઉત્પાદનો અને સેવાઓના બહિષ્કારે પણ ચિંતા વધારી છે. કેટલાક ઈઝરાયલીઓને લાગે છે કે આનાથી તેમના અર્થતંત્ર અને વ્યક્તિગત સ્વતંત્રતા પર લાંબા ગાળાની અસર પડી શકે છે. સરવે દર્શાવે છે કે ઈઝરાયલી નાગરિકો માત્ર ભૌતિક પ્રતિબંધોથી જ ડરતા નથી, પરંતુ વૈશ્વિક મંચ પર પોતાની ઓળખ અને સ્વીકૃતિને લઈને પણ ચિંતિત છે.
તેલ અવીવમાં યુદ્ધ રોકવા માટે પ્રદર્શન
ગુરુવારે રાત્રે તેલ અવીવના હબીમા સ્ક્વેરમાં લગભગ 1,000 લોકો એકઠા થયા હતા અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાની માગ કરી હતી. ઈઝરાયલી-પેલેસ્ટિનિયન શાંતિ સમર્થકો અને માનવાધિકાર સંગઠનોની એક સંયુક્ત પહેલ દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં સૈનિકોને ગાઝામાં સેવા આપવાનો ઈનકાર કરવા આહવાન કરવામાં આવ્યુ હતું. પ્રદર્શનકારીઓએ ઈઝરાયલની વેસ્ટ બેન્કમાં કાર્યવાહીઓ અને તાજેતરમાં એક પેલેસ્ટિનિયન કાર્યકર્તાની હત્યા માટે જવાબદાર એક વ્યક્તિની મુક્તિની પણ નિંદા કરી હતી.
પ્રદર્શનમાં સામેલ એક અભિનેતા યોસી જબારીએ ઈઝરાયલ પર ગાઝામાં નરસંહારનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, 'આ શબ્દ આપણને એ કૃત્ય કરતાં વધુ ડરાવે છે. બે ભૂતપૂર્વ વાયુસેના પાઈલટ્સ મેજર (રિઝર્વ) હગઈ તામિર અને લેફ્ટનન્ટ કર્નલ (રિઝર્વ) ડેવિડ યિસરાયલીએ વર્તમાન પાઈલટ્સને યુદ્ધ ગુનાઓમાં સામેલ થવાનો ઈનકાર કરવા માટે અપીલ કરી. "યુદ્ધ ગુનાઓમાં સામેલ થવાનો ઈનકાર કરો. તમારા કર્મોના પરિણામોને અવગણશો નહીં.'
આ પ્રદર્શન ઈઝરાયલમાં વધતા અસંતોષને દર્શાવે છે, જ્યાં ઘણા લોકો સરકારની નીતિઓ અને યુદ્ધને લાંબુ ખેંચવા માટે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ટિકા કરી રહ્યા છે. કેટલાક પ્રદર્શનકારીઓએ ગાઝામાં ભૂખમરો અને માનવીય સંકટ માટે ઈઝરાયલની નાકાબંધીને જવાબદાર ઠેરવી.









