અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણનાં નવા કેસ 50,700થી વધુ
ન્યુયોર્ક, 2 જુલાઇ 2020 ગુરૂવાર
અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણનાં 50,700 થી વધુ નવા કેસો નોંધાયા છે. જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી ગણતરી મુજબ આ માહિતી બહાર આવી છે. અમેરિકામાં નવા કેસો સતત વધી રહ્યા છે, ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમમાં, કારણ કે રાજ્યોએ તેમની અર્થવ્યવસ્થા ફરી ખોલી છે.
અમેરિકામાં એક હેલ્થ એક્સપર્ટે વ્યક્ત કરેલી ચિંતા સાચી સાબિત થતી દેખાઈ રહી છે. મંગળવારે અમેરિકામાં હેલ્થ એક્સપર્ટે ચેતવણી આપી હતી કે નિયમોનું પાલન કરવામાં ના આવ્યું તો અમેરિકામાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ શકે છે. તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને મહત્વ આપવાની વાત કરી હતી.
અમેરિકામાં વેપાર-ધંધા ફરી શરુ થવાના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. દેશના મુખ્ય એક્સપર્ટ ડૉ. એન્થની ફાઉચે ચેતવણી આપીને કહ્યું હતું કે જો સ્વાસ્થ્ય નિયમોનું પાલન ના થયું તો અમેરિકામાં એક દિવસમાં એક લાખ કેસ સામે આવી શકે છે.
આ પહેલા ફાઉચીએ આશંકા વ્યક્ત કરી હતી કે અમેરિકામાં એક દિવસમાં કોરોના સંક્રમણના કેસનો આંકડો 1 લાખ થઈ શકે છે. તેમણે આ વાત સીનેટમાં સ્કૂલ અને કાર્યસ્થલોને ફરી ખોલવા અંગે સુનાવણી દરમિયાન કરી હતી. કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ ફરી વધવા અંગે પૂછવા પર તેમણે કહ્યું, “જો ચોક્કસ પૂર્વાનુમાન નહીં લગાવાય તો સ્થિતિ વધારે ભયાનક બની શકે છે અને તેના કારણે ચિંતિત છું.”