FOLLOW US

પૃથ્વી પર ઉગે છે ચંદ્ર અને ચંદ્વ પર ઉગે છે પૃથ્વી, દક્ષિણ કોરિયાના ઓર્બિટર દનૂરીએ ખેંચી તસ્વીર

ચંદ્વની સપાટીથી માત્ર ૧૦૦ કિમી દૂરથી તસ્વીર લેવામાં આવી છે.

ઓગસ્ટમાં છોડાયેલું ઓર્બિટર હાલમાં ચંદ્રની ફરતે ફરી રહયું છે

Updated: Jan 25th, 2023


સિઓલ, ૨૫ જાન્યુઆરી,૨૦૨૩,બુધવાર 

બ્રહ્માંડ વિશે એમ માનવામાં આવે છે કે તે હજુ વિસ્તરતું જાય છે અને તેનો પાર આવે તેમ નથી. હાલ તો પૃથ્વીની નજીક આવેલા ગ્રહો અને મૂન વિશે જ થોડુંક જાણી શકાય છે. આધુનિક સ્પેસ સાયન્સ હજુ પાપા પગલી માંડી રહયું છે પરંતુ તેના દ્વારા મળતી માહિતી રોમાંચથી ભરી દે છે. દક્ષિણ કોરિયાએ અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના સહયોગથી ગત ઓગસ્ટ મહિનામાં દનૂરી નામનું ઓર્બિટ ચંદ્ર પર જવા માટે લોંચ કર્યુ હતું. 

કોરિયા એરોસ્પેસ રિસર્ચ ઇન્સ્ટીટયૂટનું આ ઓર્બિટર ડિસેમ્બર મહિનાથી ચંદ્રનું ભ્રમણ પણ કરી રહયું છે. સ્પેસ એકસના ફાલકન -૭ રોકેટથી છોડવામાં આવેલા દનૂરી ઓર્બિટરે અનેક તસ્વીરો ખેંચે છે જેમાં પૃથ્વી અને ચંદ્ર એક સાથે દેખાય છે. ચંદ્વની સપાટીથી ૧૦૦ કિમી દૂર લેવામાં આવેલી આ તસ્વીર જોઇને એવું લાગે છે કે ધરતી પર ચંદ્રની જેમ ચંદ્ર પર પૃથ્વીનો ઉદય થઇ રહયો છે. 


દક્ષિણ કોરિયાએ નાસા સાથે મળીને ચંદ્વ પરના સંશોધન માટે ૨૦૨૧માં આર્ટેમિસ મિશન અંર્તગત એક સમજૂતી પર હસ્તાક્ષર કરેલા છે.દક્ષિણ કોરિયાના સ્પેસમાં છોડાયેલા ઓર્બિટરમાં કુલ ૬ ઉપકરણ છે જેમાં નાસાને મદદ કરતી એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીએ બનાવેલો શેડો કેમ કેમરો છે.

દક્ષિણ કોરિયા અને યુનિવર્સિટીએ ભવિષ્યમાં લેંડસાઇટ શોધવા માટે હાઇ રિઝોલ્યૂશન કેમેરા,ચંદ્રના ચૂંબકિય ક્ષેત્રને માપવા માટે એક ઉપકરણ અને સપાટી પરના તત્વોની ઓળખ માટે એક ગામા રે સ્પેકટોમીટર બનાવ્યું છે. 


નાસાના ઓર્બિટરની સરખામણીમાં  શેડો કેમ અનેક ગણો શકિતશાળી છે. કોરિયન એરો સ્પેસ રિસર્ચ ઇન્સ્ટીટયૂટના ડેટાનો ઉપયોગ ભવિષ્યમાં ચંદ્ર સાથે જોડાયેલા મિશન માટે પણ કરવામાં આવશે. ચંદ્ર પરના આગામી મિશનમાં અમેરિકાનો આર્ટેમિસ કાર્યક્રમ મહત્વનો છે. આર્ટેમિસ કાર્યક્રમ અંર્તગત ૨૦૨૪ સુધી ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર સમાનવ પહોંચવાનો ઇરાદો છે. આ ડેટા અને તસ્વીરોનો ઉપયોગ લેડિંગ સાઇટ સહિતના પાણીના સ્ત્રોતનું મેપિંગ કરવામાં મદદ મળી શકશે.

Gujarat
English
Magazines