Get The App

દીકરાની એક તસવીરને લીધે આ દેશના વડાપ્રધાને રાજીનામું આપવું પડ્યું, જાણો શું હતું કારણ

Updated: Jun 4th, 2025

GS TEAM

Google News
Google News
દીકરાની એક તસવીરને લીધે આ દેશના વડાપ્રધાને રાજીનામું આપવું પડ્યું, જાણો શું હતું કારણ 1 - image

Mongolia PM Oyun Erdene Resigns: મંગોલિયાના વડાપ્રધાને ક્યારેય વિચાર્યું નહીં હોય કે પોતાના દીકરાની એક તસવીર તેના શાસનના અંતનું કારણ બનશે. તાજેતરમાં જ મંગોલિયાના વડાપ્રધાન લુવસન્નામાસરેન ઓયુન એર્ડીન સંસદમાં વિપક્ષી પક્ષો દ્વારા રજૂ કરાયેલ અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગયા. ત્યારબાદ લુવસન્નામાસરેને પોતાનું રાજીનામું સોંપી દીધુ હતું. આ બધા પાછળનું કારણ તેમના પુત્ર અને ભાવિ પુત્રવધૂની રજાઓ દરમિયાન લેવામાં આવેલી એક તસવીર છે. આ તસવીર સામે આવ્યા બાદ દેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો શરુ થઈ ગયા હતા, જેના પછી વડાપ્રધાનને તેમના પદ પરથી રાજીનામું આપવા પર મજબૂર થવું પડ્યું. 

લક્ઝરી લાઇફસ્ટાઇલ

વાસ્તવમાં ઓયુન-એર્ડીનના પુત્ર અને તેની મંગેતરની કેટલીક તસવીરો દ્વારા તેમની લક્ઝરી લાઇફસ્ટાઇલ સામે આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીરમાં આ કપલ લક્ઝરી શોપિંગ બેગ લઈને ફરતું જોવા મળ્યું હતું. આ તસવીર વડાપ્રધાનના પુત્રની મંગેતરે પોસ્ટ કરી હતી. બીજી તસવીરોમાં પણ પુત્ર અને મંગેતરની લક્ઝરી લાઇફસ્ટાઇલની કેટલીક ઝલક દેખાઈ રહી હતી. આ તસવીરો સામે આવ્યા બાદ દેશની તપાસ એજન્સીઓએ વડાપ્રધાન વિરુદ્ધ તપાસ શરુ કરી હતી.

મને બદનામ કરીને મારી પ્રતિષ્ઠાને ખરાબ કરવાનો પ્રયાસ 

આ વચ્ચે દેશના લોકો પણ ગુસ્સે ભરાયા અને ભડકી ઉઠ્યા. મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન શરુ કર્યું અને ઓયુન-એર્ડીનના રાજીનામાની માગણી કરી, ત્યારબાદ તેમણે આખરે પદ છોડવું પડ્યું. રાજીનામા પછી ઓયુન-એર્ડીનએ કહ્યું કે, 'મેં કંઈ ખોટું નથી કર્યું. ટીકાકારો મને બદનામ કરીને મારી પ્રતિષ્ઠાને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.'

આ પણ વાંચો: દુઃખની વાત છે કે ન્યાયપાલિકામાં પણ ભ્રષ્ટાચાર...' CJIનું નિવેદન ચર્ચામાં, આ વાત પર ભાર મૂક્યો

આ પહેલા મંગળવારે સંસદમાં ઓયુન-એર્ડીન વિશ્વાસ મત હારી ગયા હતા. તેમને પદ પર રહેવા માટે 126 સભ્યોની સંસદમાં ઓછામાં ઓછા 64 મતોની જરૂર હતી. જોકે, તેમના પક્ષમાં માત્ર 44 મત પડ્યા જ્યારે તેમની વિરુદ્ધમાં 38 મત પડ્યા હતા.