World

ઈરાનના સુપ્રીમ લીડર બન્યા મોજતબા ખામેનેઈ, પદ સંભાળતા જ ઈઝરાયલ પર મિસાઈલ એટેક

By GS TEAM
9 Mar 20262 mins read
TukuTouch Logo
ઈરાનમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ અને અનિશ્ચિતતા વચ્ચે સત્તાના નવા ચહેરાનું સત્તાવાર એલાન કરી દેવામાં આવ્યું છે. પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ, તેમના 56 વર્ષીય પુત્ર મોજતબા ખામેનેઈને ઈરાનના નવા અને સૌથી શક્તિશાળી 'સુપ્રીમ લીડર' તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનના સુપ્રીમ લીડર બન્યા મોજતબા ખામેનેઈ, પદ સંભાળતા જ ઈઝરાયલ પર મિસાઈલ એટેક

Mojtaba Khamenei Iran Supreme Leader : ઈરાનમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ અને અનિશ્ચિતતા વચ્ચે સત્તાના નવા ચહેરાનું સત્તાવાર એલાન કરી દેવામાં આવ્યું છે. પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ, તેમના 56 વર્ષીય પુત્ર મોજતબા ખામેનેઈને ઈરાનના નવા અને સૌથી શક્તિશાળી 'સુપ્રીમ લીડર' તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

સત્તાવાર નિમણૂક અને પ્રથમ એક્શન

ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, આયતુલ્લા સૈયદ મોજતબા ખામેનેઈની નિમણૂક પર મહોર મારી દેવામાં આવી છે. નવા નેતા તરીકે સત્તા સંભાળતાની સાથે જ મોજતબા એક્શનમાં આવ્યા છે અને ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલોની પ્રથમ લહેર છોડી દીધી છે. IRIB (ઈરાની મીડિયા) એ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, નવા સુપ્રીમ લીડરની આગેવાનીમાં ઈઝરાયલના કબજા હેઠળના વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે.

શા માટે મોજતબાની પસંદગી કરવામાં આવી?

જોકે ઈરાનની વિચારધારા વંશપરંપરાગત શાસનની વિરુદ્ધ છે, તેમ છતાં શક્તિશાળી રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) અને પૂર્વ સુપ્રીમ લીડરના કાર્યાલયના મજબૂત સમર્થનને કારણે મોજતબાની પસંદગી કરવામાં આવી છે. 28 ફેબ્રુઆરીએ અલી ખામેનેઈની હત્યા બાદ દેશની કમાન ત્રણ સભ્યોની અંતિમ કાઉન્સિલ (અલીરેઝા અરાફી, રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન અને ચીફ જસ્ટિસ એજેઈ) સંભાળી રહી હતી, પરંતુ યુદ્ધ જેવી સ્થિતિમાં મજબૂત નેતાની જરૂરિયાતને જોતા મોજતબાના નામ પર આખરી મહોર મરાઈ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલની ધમકી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલી સેનાએ આ નિમણૂક પહેલા જ કડક ચેતવણી આપી હતી. ઈઝરાયલે કહ્યું હતું કે જે કોઈ પણ ખામેનેઈના ઉત્તરાધિકારી બનશે તેનો પીછો કરીને તેને ખતમ કરવામાં આવશે. બીજી તરફ, ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનનો નવો નેતા તેમની મંજૂરી વિના 'વધારે દિવસ ટકી શકશે નહીં'. ટ્રમ્પે અગાઉ મોજતબાને નબળા નેતા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે જો તે જૂની નીતિઓ ચાલુ રાખશે તો અમેરિકા ફરી યુદ્ધની સ્થિતિમાં આવી શકે છે.

અમેરિકાનો 'સ્પેશિયલ ઓપરેશન' પ્લાન

ઈરાનમાં થયેલા આ નેતૃત્વ પરિવર્તન વચ્ચે અમેરિકા ઈરાનના યુરેનિયમ જથ્થાને કબજે કરવા માટે 'સ્પેશિયલ મિલિટરી ઓપરેશન' પર વિચાર કરી રહ્યું છે. આ યોજના અંતર્ગત અમેરિકી સ્પેશિયલ ફોર્સિસ ઈરાનમાં જમીની સ્તરે ઉતરીને ત્યાં હાજર સમૃદ્ધ યુરેનિયમ પર નિયંત્રણ મેળવી શકે છે, જેથી પરમાણુ શસ્ત્રો બનાવતા રોકી શકાય.