- ઈરાન-અમેરિકા વચ્ચે યુધ્ધ બંધ થયું : MoU સાઇન કર્યા પછી 60 દિવસ સૌથી મહત્વના છે : ત્યારે યુરેનિયમ અંગે મંત્રણા થશે
નવી દિલ્હી : અમેરિકા-ઈરાન યુધ્ધ ખત્મ થયું છે. પરંતુ સમજૂતી સધાયા પછી ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈનો પહેલો પ્રતિભાવ આવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે, વિવશતાને લીધે, આ સમજૂતી કરવા માટે, તેમની ઉપર થયેલા દબાણ પછીએ તેમણે દરેક પ્રકારના ઉપાયો કર્યા. છેવટે, સમજૂતીને મંજૂરી આપવી પડી.
આમ છતાં આથી વધુ કશું કહેવાનો તેમણે ઇનકાર પણ કર્યો. માત્ર તેટલું જ કહ્યું કે, વાસ્તવમાં તેમનો મત જુદો હતો. છતાં તેમણે તે સમજૂતી થવા દીધી. કારણ કે, પ્રમુખ પેઝેશ્કીયાને તેમને ખાતરી આપી હતી કે, તેઓ ઈરાનના રાષ્ટ્રના અધિકારોની સુરક્ષા કરશે.
સુપ્રીમ લીડરે તેમ પણ કહ્યું કે, ભવિષ્યમાં તહેરાન અને વોશિંગ્ટન વચ્ચે સામ-સામી મંત્રણા થશે. પરંતુ તેનો અર્થ તેવો નથી કે, દુશ્મનનાં વલણ કે સ્થિતિનો સ્વીકાર કરાયો છે.
આ પહેલી વાર જ તેવું બન્યું છે કે, જ્યારે ખામેનેઇએ આ સમજૂતી અંગે કોઈ પ્રત્યાઘાતો આપ્યા હોય.
જો કે પ્રમુખ ટ્રમ્પે ખામેનેઇનાં આ વિધાનો અંગે કોઈ સીધી પ્રતિક્રિયા આપી નથી. પરંતુ તેઓના ટ્રૂથ-સોશ્યલ ઉપર એક પોસ્ટ કર્યો છે. તેમાં તેઓએ આશા દર્શાવી છે કે, દરેક મોર્ચા ઉપર યુધ્ધ-વિરામ અમલી થશે. તેમાં ઇઝરાયલ અને લેબેનોનમાં ઈરાનનાં સમર્થનવાળા હિઝબુલ્લાહ વચ્ચેનો સંઘર્ષ પણ સામેલ છે. સાથે તેમણે આશા દર્શાવી હતી કે, મધ્ય પૂર્વના દેશો અમારી મંત્રણા સફળ થઇ રહે તે માટે તેમની પ્રતિબદ્ધતા યથાવત રાખશે.
બીજી તરફ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે હોર્મુઝમાં અમેરિકાની નાકાબંધી ખત્મ થવાની વાતને પુષ્ટિ આપી છે. તેણે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે, પ્રમુખના નિર્દેશ પ્રમાણે કાર્ય કરવામાં આવી રહ્યું છે. હવે કોઇપણ અમેરિકી યુધ્ધ જહાજ તે વિસ્તારમાં નહીં રહે.


