દાઉદી વ્હોરા સમાજ સહિત ભારતવંશીઓ દ્વારા મોદીનું બ્રિટનમાં ભવ્ય સ્વાગત
- વડાપ્રધાન પ્રિન્સ ચાર્લ્સને પણ મળવાના છે
- ઇંગ્લેન્ડમાં વસતા ભારતવંશીઓ અત્યંત ઉત્તેજિત થયા છે, તેઓએ ભારતને વિશ્વગુરૂ બનાવ્યું સાથે સબળ પણ બનાવ્યું : ખ્રીના
લંડન (યુ.કે.) : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા ત્યારે ભારતવંશીઓ તેઓએ વિશેષત: દાઉદી વ્હોરા સમાજે તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને વડાપ્રધાને સતત તેમના સમાજને આપેલી પુષ્ટિને યાદ કરવા સાથે તેઓની વૈશ્વિક નેતાગિરીની પણ પ્રશંસા કરી હતી.
લંડન સ્થિત દાઉદી વ્હોરા સમાજના એક નેતાએ કહ્યું હતું કે બ્રિટનના નાગરિકો તરીકે તો અમે આપનું સ્વાગત કરીએ જ છીએ પરંતુ અમારાં મૂળ ભારતમાં છે. અમો આપને આવકારતાં ગર્વ અનુભવીએ છીએ. (યાદ રહે કે દાઉદી વ્હોરાઓ મૂળ તો ગુજરાતના જ છે) આવી જ ભાવનાઓ અન્ય વ્હોરા નેતાઓએ પણ દર્શાવી હતી.
દાઉદી વ્હોરાઓ સહિત બ્રિટનમાં વસતા ભારતવંશીઓએ વડાપ્રધાન મોદીનું લંડનમાં હીથ્રો એરપોર્ટ પર ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. આ પૈકી એક ભારતીય યુવતી પ્રીનાએ તેઓને આવકારતાં કહ્યું હતું કે : તમોએ ભારતને વિશ્વગુરૂ તો બનાવી જ દીધું છે, પરંતુ તે સાથે તમોએ દેશને પણ પ્રબળ બનાવ્યો છે.
વડાપ્રધાને બ્રિટન જતાં પહેલાં કહ્યું હતું કે અમો (મોદી અને બ્રિટિશ વડાપ્રધાન સટારમેર) વ્યાપાર, મૂડીરોકાણ, ટેકનોલોજી નવીનીકરણ, સંરક્ષણ, શિક્ષણ સંશોધન, આરોગ્ય તેમજ પીપલ યુ પીપલ કોન્ટક્ટ સહિત અનેક વિધ બાબતોએ ચર્ચા કરવાના છીએ.
નરેન્દ્ર મોદી તેઓની બે દિવસની બ્રિટનની મુલાકાતના અંતે છેલ્લા દિવસો બ્રિટનના કિંગ ચાર્લ્સ ત્રીજાને બર્મિંગહામ પેલેસમાં મળશે. અહીંથી તેઓ માલદીવની પણ મુલાકાતે જવાના છે. મોદીની એ મુલાકાતો વ્યૂહાત્મક દ્રષ્ટિએ અતિ મહત્ત્વની બની રહેવાની છે.