Get The App

ફ્રાન્સમાં મોદી-મેક્રોન વચ્ચે સંરક્ષણ અને ન્યુકિલયર એનર્જી અંગે મંત્રણા થશે

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
ફ્રાન્સમાં મોદી-મેક્રોન વચ્ચે સંરક્ષણ અને ન્યુકિલયર એનર્જી અંગે મંત્રણા થશે 1 - image

- મોદી શનિવારથી ફ્રાન્સ,સ્લોવાકિયાનાં એક સપ્તાહનાં પ્રવાસે

- મોદી ફ્રાન્સમાં જી-7 સમિટનાં આઉટરીચ સેશનમાં ભાગ લેશે અને કેટલાક દેશો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સનાં પ્રમુખ ઇમેનુએલ મેક્રોનની વચ્ચે થનારી હાઇ લેવલની મંત્રણામાં ડિફેન્સ, સિવિલ ન્યુકિલઅર એનર્જી, ઇનોવેશન અને મહત્ત્વપૂર્ણ ટેકનોલોજીનાં ક્ષેત્રમાં પરસ્પરનાં સહકારને મજબૂત કરવા પર મુખ્યત્વે ચર્ચા થશે.

ઉલ્લેખનીય છે કે મોદી શનિવારથી ફ્રાન્સ અને સ્લોવાકિયાનાં એક સપ્તાહનાં પ્રવાસે જશે. ફ્રાન્સમાં તે જી-૭ સમિટનાં આઉટરીચ સેશનમાં ભાગ લેશે અને મેક્રોની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

વડાપ્રધાન જી-૭ સમિટ દરમિયાન વિશ્વનાં અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ભારત અને અમેરિકા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે બેઠકની સંભાવનાઓ પર વિચાર કરી રહ્યાં છે. જો કે આ અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી નથી.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીનાં ફ્રાન્સ પ્રવાસ અગાઉ ફ્રાન્સની કંપનીઓ સિવિલ ન્યુકિલયર એનર્જી સેક્ટરમાં તકો શોધી રહ્યાં છે. ભારત દ્વારા શાંતિ (સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુકિલયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા) કાયદો અમલમાં મૂકવામાં આવ્યા પછી આ ક્ષેત્રમાં ખૂબ જ સંભાવનાઓ છે.ભારતની યોજના ૨૦૪૭ સુધી પોતાની ન્યુકિલયર પાવર ક્ષમતાને વર્તમાન ૮.૭૮ ગિગાવોટથી વધારી ૧૦૦ ગિગાવોટ કરવાની છે.