મોદી ઘણા સારા મિત્ર, ટ્રમ્પે પ્રશંસા કરી કહ્યું : ભારત-પાકિસ્તાન સારી રીતે સાથે રહી શકશે

- શહબાઝ શરીફની હાજરીમાં નરેન્દ્ર મોદીની પ્રશંસા
- ગાઝા, શાંતિ- પરિષદની સફળતા પછી ટ્રમ્પે કહ્યું : પ્રાદેશિક સ્થિરતા અને શાંતિ પ્રવર્તશે : મધ્ય પૂર્વ માટે આ નવો પ્રારંભ છે
તેલઅવિવ, નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા શાંતિ શિખર મંત્રણા દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારોભાર પ્રશંસા કરી હતી. અને તેઓને એક સારા મિત્ર તરીકે જણાવ્યા હતા. સાથે તેવી આશા પણ વ્યક્ત કરી હતી કે, ભારત અને પાકિસ્તાન સારી રીતે સાથે રહી શકશે.
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની ઉપસ્થિતિમાં ભારત અને તેના નેતાની ભારોભાર પ્રશંસા કરતાં તેઓએ કહ્યું, ભારત એક મહાન રાષ્ટ્ર છે અને તેનું નેતૃત્વ મારા એક સારા મિત્રના હાથમાં છે.
ઇજીપ્તનાં રાતા સમુદ્રના તટ પર આવેલા સી-રીસોર્ટ શર્મ-અલ-શેખમાં યોજાયેલી ગાઝા શાંતિ શિખર પરિષદમાં આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટ્રમ્પે પ્રશંસા કરી હતી. તે પૂર્વે તેઓએ સોમવારે કહ્યું, અમે જે ઐતિહાસિક કરારો પર હમણાં જ જે હસ્તાક્ષરો કર્યા તે લાખ્ખો લોકોની પ્રાર્થનાઓનું પરિણામ હતું.
ગાઝાનાં પુનર્નિમાણ ઉપર ભાર મુકવા સાથે તેઓએ કહ્યું કે, હવે સમય ત્રાસવાદીઓને ભંડોળો આપવાનું બંધ કરી, ગાઝાનાં પુનર્નિમાણ માટે ભંડોળનો આવી ગયો છે. તે સમયે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ પણ ઉપસ્થિત હતા. તેઓ પ્રત્યે જોતાં ટ્રમ્પે એક તરફ મોદીની પ્રશંસા કરી હતી. તો બીજી તરફ ત્રાસવાદના પ્રસાર સામે પણ ધોલાઈ કરી નાખતાં કહ્યું હતું કે હવે સમય ત્રાસવાદને નિર્મૂળ કરવાનો છે.








