Get The App

બદલો પૂરો...! ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલનું પહેલું નિવેદન, ઈરાને પણ કાર્યવાહી શરૂ કરી

Updated: Oct 26th, 2024

GS TEAM

Google News
Google News
બદલો પૂરો...! ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલનું પહેલું નિવેદન, ઈરાને પણ કાર્યવાહી શરૂ કરી 1 - image


Israel vs Iran War Updates: ઈઝરાયલે શનિવારે (26મી ઓક્ટોબર) વહેલી સવારે ઈરાનના સૈન્ય મથકો અને રાજધાની તેહરાન તથા તેની નજીકના શહેરો પર બોમ્બમારો કર્યો હતો. આ મામલે ઈઝરાયલની સેના પ્રતિક્રિયા આપી છે. તેમના જણાવ્યાનુસાર, 'આ હુમલો પહેલી ઓક્ટોબરે ઈરાની મિસાઈલ હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. અમારૂ મિશન પૂરું થયું.'

આ હુમલા બાદ ઈરાને એરસ્પેસ બંધ કરી

ઈઝરાયલના હુમલા બાદ ઈરાને એરસ્પેસ બંધ કરી દીધી છે. આ ઉપરાંત ઈરાકે પણ તેની ફ્લાઇટ્સ રદ કરી છે. આ હુમલાઓએ બે કટ્ટર દુશ્મનો વચ્ચે સર્વત્ર યુદ્ધનો ખતરો વધુ વધ્યો છે. નોંધનીય છે કે,પશ્ચિમ એશિયામાં ઈરાન સમર્થિત ઉગ્રવાદી જૂથો-ગાઝામાં હમાસ અને લેબનોનમાં હિઝબુલ્લાહ - ઈઝરાયલ સાથે પહેલેથી જ યુદ્ધમાં ચાલી રહ્યું છે.  આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન મધ્ય પૂર્વમાં સમજૂતી અને શાંતિના ઉદ્દેશ્ય સાથે ઈઝરાયલ પહોંચ્યા છે. 

આ પણ વાંચો: 26 દિવસ બાદ ઈઝરાયલે ઈરાનને આપ્યો જવાબ, તહેરાન સહિત અનેક શહેરોમાં કર્યા હુમલા

સીરિયામાં પણ કરાયા હુમલા 

IDF એ અન્ય એક ફોટો શેર કર્યો હતો જેમાં ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ હરઝી હલેવી, ઇઝરાયેલી વાયુસેનાના કમાન્ડિંગ ઓફિસર જનરલ ટોમર બાર સાથે કેમ્પ રાબિન (કિરિયા) ખાતે આવેલા ભૂગર્ભ કમાન્ડ સેન્ટરમાંથી ઈરાન પર હુમલાના કમાન્ડ આપતા દેખાય છે. બીજી તરફ, સીરિયાની સરકારી સમાચાર એજન્સી અનુસાર  ઇઝરાયલે રાત્રે લગભગ 2 વાગ્યે દક્ષિણ અને મધ્ય સીરિયામાં અનેક સૈન્ય સ્થળો પર હુમલો કર્યો. આ હુમલા તે જ સમયે થયા છે જ્યારે ઈઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા. રિપોર્ટ અનુસાર, સીરિયાએ ઇઝરાયલની કેટલીક મિસાઇલોને તોડી પાડી હતી. અધિકારીઓ નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

બદલો પૂરો...! ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલનું પહેલું નિવેદન, ઈરાને પણ કાર્યવાહી શરૂ કરી 2 - image

Tags :