- સોમાલી નાગરિક અબ્દુલ્લાહી અબ્દીસલામ બોરલેહ વિસ્ફોટવાળું લેપટોપ કોમ્પ્યુટર લઇને વિમાનમાં ચઢ્યો હતો, તેણે બ્લાસ્ટ કરતાં પોતે મૃત્યુ પામ્યો
મગાદીશુ : આશરે ૧૦ વર્ષ પૂર્વે ફેબુ્ર. ૨૦૧૬માં એક સોમાલી નાગરિક અબ્દુલવાહી અબ્દીસલામ બોરલેહ વિસ્ફોટવાળું લેપટોપ લઇ પાટનગર મોગાદીશુથી જીબુટી જતાં વિમાનમાં ચઢ્યો હતો. જૂના આર્કાઇવ્ઝમાંથી મળેલી માહિતી પ્રસિદ્ધ કરતાં સી.એન.એન. જણાવે છે કે તે હુમલાખોરને પહેલેથી જ માહિતી હતી કે ક્યાં બેસવાનું છે, એન તે ડીવાઇસ કેવી રીતે રાખવી, કે જેથી તે ફાટતાં વધુમાં વધુ નુકસાન થાય.
બીબીસીના રીપોર્ટ પ્રમાણે ડાલો એરલાઈન્સની તે ફ્લાઇટે ટેક ઓફ કર્યું પછી પંદરેક મીનીટમાં જ પ્લેન ૧૧,૦૦૦ ફીટ ઉપર પહોંચ્યું હતું. કેબિન પણ હજી પૂરેપૂરી પ્રેશરાઇઝડ્ઝ ન હતી.
અલજજીરાના રીપોર્ટ પ્રમાણે આ ધડાકાથી એરબસ એ-૩૨૧ વિમાન તુર્ત જ પાછું પાટનગર જીબુટી તરફ પાછું વાળવામાં આવ્યું હતું. પછી નીચે ઉતારી તેની તપાસ કરતાં તે વિમાનના બહારના ભાગે એક મીટરનો છેદ પડી ગયો હતો અને હુમલાખોર માર્યો ગયો હતો.


