Get The App

ચીનમાં પ્રોડક્શન બંધ કરશે માઇક્રોસોફ્ટ : સરફેસ લેપટોપ માટે નવી જગ્યાની શોધ શરુ…

Updated: Oct 17th, 2025

GS TEAM

Google News
Google News
ચીનમાં પ્રોડક્શન બંધ કરશે માઇક્રોસોફ્ટ : સરફેસ લેપટોપ માટે નવી જગ્યાની શોધ શરુ… 1 - image

MicroSoft to Shift Production From China: માઇક્રોસોફ્ટ હવે ચીનમાં તેના સરફેસ લેપટોપનું પ્રોડક્શન બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે તેઓ હવે ચીનની બહાર અન્ય જગ્યાની શોધ કરી રહ્યા છે. The Nikkei Asiaના રિપોર્ટ અનુસાર માઇક્રોસોફ્ટ 2026ની શરુઆતમાં શક્ય હોય એટલું જલદી પ્રોડક્શનને શિફ્ટ કરવા માગે છે. ચીનમાં માઇક્રોસોફ્ટ, કોમ્પોનેન્ટ પાર્ટ્સ, પ્રોડક્ટ એસેમ્બલી અને ભવિષ્યના સરફેસ હાર્ડવેરનું પ્રોડક્શન ત્યાં ચાલી રહ્યું હતું. આ સાથે જ સર્વરની પ્રોડક્ટ પણ ત્યાં બની રહી હતી. આ તમામને હવે શિફ્ટ કરવામાં આવશે.

ચીનમાંથી સર્વરનું પ્રોડક્શન બંધ

રિપોર્ટ અનુસાર માઇક્રોસોફ્ટ દ્વારા સર્વરને લગતું પ્રોડક્શન ચીનમાં બંધ કરી દેવામાં આવ્યું છે. તેઓ હવે ધીમે-ધીમે તમામ પ્રોડક્શનને શિફ્ટ કરી રહ્યા છે. માઇક્રોસોફ્ટ હવે ચીનની બહાર Xboxનું પ્રોડક્શન વધારવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર શરુ થઈ ત્યારથી કંપનીઓ પ્રોડક્શનને શિફ્ટ કરી રહ્યા છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર 100 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપવામાં આવી છે. આ સાથે જ સોફ્ટવેર પર પણ કન્ટ્રોલ કરવામાં આવશે એવી ચર્ચા છે.

આ પણ વાંચો: યૂટ્યુબનું દુનિયાભરમાં આઉટેજ: જાણો કેમ થયું અને કંપનીએ શું કહ્યું…

એપલનું પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ શિફ્ટ કરવાનું પ્લાનિંગ

માઇક્રોસોફ્ટ એક માત્ર નથી જે તેના મેન્યુફેક્ચરિંગ યુનિટ શિફ્ટ કરી રહ્યું હોય. એપલ પણ હવે એનું પ્લાનિંગ કરી રહ્યું છે. એપલ દ્વારા ગયા વર્ષે જ અમેરિકા માટેના આઇફોન ભારતમાંથી એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. ચીનમાં જે પણ આઇફોન મેન્યુફેક્ચર થાય છે એને અન્ય દેશમાં મોકલવામાં આવે છે. જોકે એપલ ધીમે-ધીમે એના પર કન્ટ્રોલ કરી રહ્યું છે. આ સાથે જ આગામી પ્રોડક્ટને હવે તેઓ વિયેતનામમાં પ્રોડ્યુસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ નવી પ્રોડક્ટમાં ડિસ્પ્લે હબ, ઇન્ડોર સિક્યોરિટી કેમેરા અને ટેબલટોપ રોબોટનો સમાવેશ થાય છે. આ દ્વારા એપલ હવે ચીન પર વધુ નિર્ભર રહેવા નથી માગતી. મોટાભાગની કંપનીઓ ચીન પર વધુ નિર્ભર હતી અને એથી જ તેમને આ ટ્રેડ વોર દરમિયાન અસર પડી હતી.