Get The App

એકબાજુ છટણી અને બીજી બાજુ હજારો H1B વિઝા અરજી, માઈક્રોસોફ્ટના 'ખેલ' સામે વિવાદ!

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
એકબાજુ છટણી અને બીજી બાજુ હજારો H1B વિઝા અરજી, માઈક્રોસોફ્ટના 'ખેલ' સામે વિવાદ! 1 - image


Microsoft news: માઇક્રોસોફ્ટે નવ હજાર કર્મચારીઓની વિશ્વસ્તરે છટણી કરી હતી. કપનીની કામગીરીની પુનર્રચનાના નામે આ કવાયત તેણે કરી હતી. આ કર્મચારીઓ કંપનીના કુલ વર્કફોર્સના ચાર ટકા હતા. હવે કંપનીએ આ છટણી સાથે છ હજાર એચ-વન-બી વિઝા માટે અરજી કરતાં રીતસરનો વિવાદ સર્જાયો છે. આમ એકબાજુએ હકાલપટ્ટી અને બીજી બાજુએ ભરતીના કારણે વિવાદ સર્જાયો છે. 

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ મુજબ માઇક્રોસોફ્ટે 4712 એચ-વનબી વિઝા અરજી નાણાકીય વર્ષ ૨૦૨૫માં ફાઇલ કરી છે. જો કે વાસ્તવિક આંકડો છ હજારની નજીક હોઈ શકે છે. કંપનીએ 2024 માં 9471 એચવન-બી અરજી ફાઇલ કરી હતી, જેમાની મોટાભાગનીને મંજૂરી મળી હતી. 

ટીકાકારોનું કહેવું છે કે આના કારણે સ્થાનિક નોકરિયાતો માટે અયોગ્ય સ્થિતિનું સર્જન થયું છે. જ્યારે સોશિયલ મીડિયા પર જમણેરી પાંખના આગેવાનોએ તો રીતસર એચવન-બી વિઝા સ્થગિત કરી દેવાની જ માંગ કરી છે. જો કે આ વિઝા અરજીઓ અને છટણી વચ્ચે કોઈ લિંક હજી સુધી પુરવાર થઈ શકી નથી. જો કે કંપની પર અવારનવાર એચવન-બી વિઝાના દૂરુપયોગના આરોપ લાગતા આવ્યા છે. 

વ્યાપક ટીકા છતાં માઇક્રોસોફ્ટે જણાવ્યું છે કે ડાઇનેમિક માર્કેટને પહોંચી વળવા આ પ્રકારની પુનર્રચના જરૂરી છે. માઇક્રોસોફ્ટે છટણીના આ અંતિમ રાઉન્ડ પૂર્વે જાન્યુઆરી, મે અને જુનમાં છટણી કરી હતી. 

જો કે બજારમાં એવી હવા છે કે માઇક્રોસોફ્ટે એચવન-બી, એચવન-બીવન અને ઇ-3 વિઝા 

એમ ત્રણેય હેઠળ કુલ 14181 અરજી ફાઇલ કરી છે. કંપનીએ આ વાતને ફગાવી દેતા જણાવ્યું હતું કે અમે હાલમાં જે વિઝા અરજી કરી તે નવી અરજી નથી, પણ તે દર ત્રણ વર્ષે કરવામાં આવતા રીન્યુઅલ છે. ૨૦૨૪માં માઇક્રોસોફ્ઠે ફક્ત 1200 નવા એચવન-બી વિઝા માટે જ અરજી કરી હતી. તે કુલ એચવન-બી પીટીશનના 25 ટકા, નવા કર્મચારીના દસ ટકા અને કુલ કર્મચારીના 0.5 ટકા છે. જો કે માઇક્રોસોફ્ટની આ સ્પષ્ટતા છતાં પણ વિવાદ શાંત થવાનું નામ લેતો નથી.


Tags :