Get The App

હૉઁગકૉગમાં કોફિન હોમ્સ તરીકે ઓળખાતા માઇક્રો ફલેટસ, પ્રાઇવસી અને આરામનું નામો નિશાન નહી

સબ ડિવાઇડેડ ફલેટ્સ જેને લોકો મજાકમાં કોફિન હોમ્સ કહેવા લાગ્યા છે

રાત્રે ગુંગડામણ ના થાય તે માટે માથા નજીક ટેબલ પંખો રાખે છે.

Updated: Apr 1st, 2025

GS TEAM

Google News
Google News
હૉઁગકૉગમાં કોફિન હોમ્સ તરીકે ઓળખાતા માઇક્રો ફલેટસ, પ્રાઇવસી અને આરામનું નામો નિશાન નહી 1 - image

હૉંગકૉગ, 1 એપ્રિલ,2025, મંગળવાર 

હૉંગકૉગમાં રહેણાંક મકાનો અને પ્રોપર્ટીના ભાવ એટલા ઉંચા છે કે સામાન્ય માણસ ખુદનું ઘર ખરીદવાની કલ્પના પણ કરી શકતો નથી. આપણે ત્યાં મધ્યમવર્ગના માણસો ટુ અને થ્રી બીએચકે મકાનમાં રહી શકે છે પરંતુ હૉંગકૉગમાં ઘર એટલા મોંઘા છે કે લોકો માઇક્રો ઘરમાં રહેવા મજબૂર છે. વન બીએચકેના ચોથા ભાગના રહેણાંક મકાનમાં બધી જ સુવિધા આપી દેવામાં આવે છે. કેટલાક રહેણાંક તો એટલા નાના હોય છે કે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની જાય છે. 

એક જ ટોયલેટ ઘરના ચાર થી પાંચ સભ્યોએ ઉપયોગમાં લેવું પડે છે. બિસ્તર, નાનુ ટેબલ અને રોજબરોજના વપરાશના સામાન ઉપરાંત કશું જ સમાઇ શકતું નથી. હૉંગકૉગમાં ૨ લાખ કરતા પણ વધુ માઇક્રો ફલેટસમાં લોકો રહે છે જેને સબ ડિવાઇડેડ ફલેટ્સ કહેવામાં આવે છે. લોકો મજાકમાં આને કોફિન હોમ્સ પણ કહે છે. કોફિન હોમ્સમાં બારીઓ હોતી નથી. હવાની અવર જવર માટે મુખ્ય દરવાજો ખુલ્લો રાખવો પડે છે.

હૉઁગકૉગમાં કોફિન હોમ્સ તરીકે ઓળખાતા માઇક્રો ફલેટસ, પ્રાઇવસી અને આરામનું નામો નિશાન નહી 2 - image

રાત્રે ગુંગડામણ ના થાય તેના માટે સુતી વખતે માથા નજીક ટેબલ પંખો રાખે છે. કેટલાક મકાનો તો ખૂબ જર્જરિત બની ગયા છે. મકાન માલિકોને માઇક્રો હોમ્સનું સમારકામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહયા છે. પ્રાઇવસી અને આરામનું નામોનિશાન જોવા મળતું નથી. લાકડાના બિસ્તર મુશ્કેલીથી સાફ કરી શકાય તેવા હોવાથી આરોગ્ય જોખમાવાની સંભવના રહે છે. ગરમી અને ઠંડીની સિઝન તથા ગીચ માહોલમાં બેડ બગ્સ જેવી સમસ્યા પણ જોવા મળે છે. 

હૉગકોંગમાં ગરીબી ખૂબજ ઝડપથી વધી રહી છે. ૨૦૨૪ની શરુઆતમાં ૨૨.૭ ટકા એટલે કે ૧૪ લાખ લોકો ગરીબી રેખાની નીચે જીવતા હતા. મોંઘા ઘર અને વધતી જતી મોંઘવારીએ ગરીબોનું જીવન જીવવું હરામ કરી દીધું છે. ૨૫ ચોરસ ફૂટની જગ્યાનું ભાડુ ૨ લાખ રુપિયા જેટલું થાય છે.   ૫૦ થી ૬૦ લાખની કિંમત ધરાવતા માઇક્રો ફલેટસની ખૂબજ ટીકા થતા હૉગકૉગ સરકારે ફ્લેટસમાં ખુલ્લી જગ્યા, સુવિધા અને સુરક્ષા અંગેના માપદંડો નકકી કર્યા છે. 

હૉઁગકૉગમાં કોફિન હોમ્સ તરીકે ઓળખાતા માઇક્રો ફલેટસ, પ્રાઇવસી અને આરામનું નામો નિશાન નહી 3 - image

સરકારે આગામી ૧૦ વર્ષમાં ૩ લાખ જેટલા સાર્વજનિક મકાનો તૈયાર કરવાનું નકકી કર્યુ છે. અત્યાર સુધીમાં ૪૯ હજાર જેટલા આવાસ તૈયાર કરીને ગરીબોને ફાળવવામાં આવ્યા છે.  નવા મકાન તૈયાર કરવા માટે જમીન બચી નહી હોવાની મોં ફાડ સમસ્યા સતાવે છે. સરકારે આવનારા ૨૫ વર્ષ સુધીમાં માઇક્રો ફલેટ્સ કલ્ચરને ખતમ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ૩ દાયકા પહેલા કેજ હોમ્સ અને કોફિન હોમ્સને કાયદેસર માન્યતા આપવામાં આવી હતી. એ સમયે ફલેટના માલિકોને ૧૨ કે તેથી વધુ બેડ સ્પેસ માટે કામગીરીનું લાયસન્સ આપવું જરુરી હતું.